ગુજરાત / અમદાવાદ સહિત રાજ્યભરમાં 'મહા' વાવાઝોડાને લઈને વરસાદી માહોલ

Rain Starts At Gujarat Due to Cyclone Maha

અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે 'મહા' નામના વાવાઝોડાએ પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. જેના પરિણામે ગઈકાલ રાતથી જ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદની અસરના કારણે અનેક જગ્યાઓએ વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તો સાથે જ કપાસ, મગફળીના પાકને પણ મોટું નુકસાન થયું છે. 'મહા' વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા 2 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ