રાજ્યમાં આગામી 2 દિવસોમાં વરસાદની આગાહી, ઠંડીમાં પણ થશે વધારો

By : admin 01:34 PM, 11 January 2019 | Updated : 01:34 PM, 11 January 2019
રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં કમોસમી વરસાદને પગલે રાજ્યમાં ઠંડીમાં પણ વધારો થઈ શકે છે. રાજ્યમાં ખાસ કરીને કચ્છમાં હળવા વરસાદની વકી વર્તાઈ છે. આ પાછળનું મુખ્ય કારણ રાજસ્થાનમાં ઈન્ડયુસ સાયકલોનિક સરક્યુલેશન સર્જાઈ શકે છે, જેના કારણે કચ્છમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 
 

આગામી 12 અને 13 જાન્યુઆરીએ હળવો કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંય દિવસથી ગુજરાતમાં ઠંડીનું સારુ એવું જોર ચાલી રહ્યું છે. ઉત્તર ભારતમાં પણ બર્ફીલા વાતાવરણને કારણે પહેલેથી જ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આવામાં હળવા વરસાદની આગાહીને પગલે આગામી 2 દિવસોમાં ઠંડીનો ચમકારો ગુજરાતીઓને જોવા મળે તેવી સંભાવના છે.Recent Story

Popular Story