Rain may fall in Gujarat on 05th January, says Meteorological Department forecast
આગાહી /
નવા વર્ષે પણ ખેડૂતો માટે માઠા સમાચાર , આ વિસ્તારોમાં બે ત્રણ દિવસમાં વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી
Team VTV09:31 AM, 02 Jan 22
| Updated: 09:34 AM, 02 Jan 22
ખેડૂતો માટે ફરી પાછા માઠા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી પાછુ માવઠુ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે કમોસમી વરસાદ
05 જાન્યુઆરીએ કમોમસી વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે માવઠાની અસર વર્તાઇ શકે છે. 05મી જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે
હવામાન વિભાગના વરતારા મુજબ 05મી જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને સામાન્ય વરસાદ થવાની વકી જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની વરસી શકે છે. વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે.
વરસાદી સિસ્ટમ દૂર થતા જ ફરી અનુભવાશે ઠંડી
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 5મી જાન્યુઆરી બાદ વરસાદી સિસ્ટમ દૂર થતાંની સાથે જ રાજ્યમાં પુનઃ ઠંડીનું જોર વધશે. તો વળી બીજી બાજુ રવિવારે અમદાવાદમાં લધુત્તમ તપામાનનો પારો 16.2 ડિગ્રી નોધાયો હતો. જ્યારે ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રીએ પહોચ્યું હતું.