બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં વરસાદી વિઘ્ન! હવામાન વિભાગનું આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
Last Updated: 11:14 PM, 15 October 2024
બેંગ્લોરમાં વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ઘૂંટણની ઉપર પાણી ભરાઈ ગયા છે. બગડતી પરિસ્થિતિને જોતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને કારણે બુધવારે શાળાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે પાણીનો ભરાવો થયો છે અને બુધવારે બેંગલુરુ મોટાભાગે બંધ રહેશે. બગડતી પરિસ્થિતિને કારણે બુધવાર એટલે કે 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ પર વરસાદનો પડછાયો છવાઈ ગયો છે.
ADVERTISEMENT
વરસાદના કારણે આખું શહેર મુશ્કેલીમાં છે, તેથી શાળાઓ બંધ રહેશે પરંતુ કોલેજો ખુલ્લી રહેશે. પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તમામ શૈક્ષણિક સંસ્થાઓને કડક સુરક્ષાની સૂચના આપવામાં આવી છે. તમને યાદ અપાવી દઈએ કે વરસાદના કારણે રોહિત એન્ડ કંપની મંગળવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી શક્યા ન હતા. જેને કારણે પહેલા દિવસની રમત રદ થવાની શક્યતાઓ ઘણી વધારે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ તમે જોયો કે નહીં! વંદે ભારત સ્લીપરની અંદરનો સામે આવ્યો અદભૂત નજારો, જુઓ વીડિયો
પ્રથમ દિવસે હવામાન કેવું રહેશે?
ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચનો પ્રથમ આખો દિવસ વરસાદથી પ્રભાવિત થવાની આશંકા છે. દિવસભર આકાશમાં ઘેરા વાદળો છવાયેલા રહેશે. મોડી રાત્રે અને સવારે વરસાદની શક્યતા રહેશે. બપોરે 2.30 વાગ્યે વરસાદ બંધ થવાની ધારણા છે, પરંતુ સાંજે 4 વાગ્યે ફરીથી ભારે વરસાદની સંભાવના છે. પ્રથમ ટેસ્ટ મેચના તમામ પાંચ દિવસ વરસાદની સંભાવના 60 ટકાથી વધુ છે. આવી સ્થિતિમાં જો વરસાદ બંધ થઈ જાય તો પણ ગ્રાઉન્ડ સ્ટાફ માટે મેદાન સુકવવું ખૂબ જ મુશ્કેલ બની જશે. તેથી બેંગલુરુ ટેસ્ટ રદ થવાની અપેક્ષાઓ ઘણી વધારે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ભારત-બાંગ્લાદેશ કાનપુર ટેસ્ટમાં પણ વરસાદે ખલેલ પહોચાડી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાની આક્રમક રમતના કારણે આખી મેચ 2 દિવસમાં જ ખતમ થઈ ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.