બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / આજે ગુજરાતમાં ક્યાં પડ્યો વરસાદ? આગાહી કેવી? એક ક્લિકમાં જાણો હવામાનનું એલર્ટ

મેઘરાજા / આજે ગુજરાતમાં ક્યાં પડ્યો વરસાદ? આગાહી કેવી? એક ક્લિકમાં જાણો હવામાનનું એલર્ટ

Last Updated: 08:14 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update: બનાસકાંઠાના દિયોદરમાં સુરેન્દ્રનગરના લીંબડી પંથકમા તેમજ રાજકોટ શહેર અને લોધિકા પંથકમાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં સમય કરતાં વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી જતાં હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે જોકે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસુ નવસારી સુધી જ પહોંચ્યું છે. નવસારી બાદ ચોમાસુ નબળું પડ્યું છે. જેથી હજુ વરસાદની રાહ જોવી પડશે, જો કે, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે.

WhatsApp Image 2024-06-13 at 6.04.25 PM (1)

દિયોદર પંથકમાં વરસાદ

બનાસકાંઠાના દિયોદરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. તેજ પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો છે. દિયોદરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ખાબક્યો છે

BSK

સુરેન્દ્રનગરમાં પવન સાથે વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. લીંબડી પંથકના સૌકા, બોડીયા સહિતના ગામોમાં પવન વરસાદ વરસ્યો છે.

SNGR

લોધિકા પંથકમાં વરસાદ

રાજકોટના લોધિકા પંથકના અમર ઇટારા,વડ વાજડી,હરીપર પાળ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

70B

રાજકોટમાં વરસાદ

રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. શહેરના બહુમાળી ભવન ચોક, યાજ્ઞિક રોડ, ફુલછાબ ચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

AAA

'અરબ સાગરમાં હળવું દબાણ સર્જાશે'

ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે દક્ષિણ-પશ્ચિમી પવન ધીમા થતાં ચોમાસું નબળું પડ્યું છે. અરબ સાગરની શાખા નબળી પડતાં ચોમાસા પર અસર થઈ છે. 17થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવું દબાણ સર્જાશે.17થી 19 જૂન વચ્ચે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

વાંચવા જેવું: તલ અને સોયાબીનના પાકમાં થશે બમ્પર ઉત્પાદન, વાવણી પહેલા કરો આ ખેતી કાર્યો

અંબાલાલ પટેલેની આગાહી

સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, 19થી 21 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 22થી 25 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 11થી 13 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Rainfall Gujarat Rainfall Gujarat Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ