બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Rain in Ahmedabad on Ganesh Chaturthi 2022
Dhruv
Last Updated: 02:25 PM, 31 August 2022
ADVERTISEMENT
હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી મુજબ આજે અમદાવાદમાં તડામાર વરસાદ વરસ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, ઓઢવ અને બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડ્યા. તો બીજી બાજુ પશ્ચિમ સાઇડ પણ આંબાવાડી, SG હાઇવે, શિવરંજની ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પણ તડામાર વરસાદ ખાબક્યો.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઘણા દિવસો બાદ ધોધમાર વરસાદ, લોકોને ગરમીમાંથી મળી રાહત#Ahmedabad #Rain
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 31, 2022
ADVERTISEMENT
ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગે આજે છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે, ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે.
એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ વરસ્યો
તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વડોદરામાં પોણા 2 ઈંચ વરસાદ, લખપતમાં 1 ઈંચ, વાલોદમાં 1 ઈંચ, બારડોલીમાં 1 ઈંચ, વાઘોડિયામાં 19 મીમી વરસાદ અને કપડવંજમાં 14 મીમી તો મહુવામાં 13 મીમી વરસાદ ખાબક્યો.
ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં અમીછાંટણા: શહેરના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાનું આગમન, નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારમાં વરસાદ#GaneshChaturthi #Ahmedabad#rain
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 31, 2022
જાણો અંબાલાલની શું છે મોટી આગાહી?
બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું છે કે, તારીખ 30-31 ઓગસ્ટના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે જેથી 8થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારા છે. નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયાકિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.