બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આજે સવારથી રાજ્યના 100 તાલુકાઓમાં મેઘાની મહેર, દ્વારકામાં પોણા પાંચ ઇંચ વરસાદ

photo-story

6 ફોટો ગેલેરી

મેઘ મહેર યથાવત / આજે સવારથી રાજ્યના 100 તાલુકાઓમાં મેઘાની મહેર, દ્વારકામાં પોણા પાંચ ઇંચ વરસાદ

Last Updated: 05:40 PM, 5 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે, અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે

1/6

photoStories-logo

1. અવિરત મેઘ મહેર

રાજ્યમાં વરસાદનો તાજેતરનો રાઉન્ડ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો .. ખાસ કરીને દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ અત્યાર સુધી ભારે હેત વરસાવ્યું છે.. રાજ્યમાં સિઝનનો કુલ 34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ડાંગ

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. સાર્વત્રિક વરસાદથી જિલ્લાની મુખ્ય નદીઓમાં પૂર આવ્યા છે. ખાપરી, અંબિકા, પૂર્ણા અને ગીરા નદી બે કાંઠે વહી રહી છે. વઘઇ અને સાપુતારામાં વરસાદથી અંબિકા નદીની સપાટી વધી છે. અંબિકા નદી પરનો ગીરા ધોધ સક્રિય થતાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગીરા ધોધ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વલસાડ

વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. અહીં કોલક નદી પર બનેલા કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પાટણ

પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ મેઘમહેર યથાવત છે. પાટણ તેમજ રાધનપુરમાં વરસાદી માહોલ છવાયેલો છે.ખલીપુર, હાજીપુર, કમલીવાડા, અનાવાડા , પ્રેમનગર અને કલ્યાણપૂરા સહિતના ગામોમાં વરસાદી માહોલ છે. જેને લઇને ખેડૂતોમાં હરખની લાગણી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. તાપી

તાપી જિલ્લાના વ્યારા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લીધે મિશ્ર શાળામાં કમરસમા પાણીભરાયા હતા. પાણી ભરાઈ જતાં બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અહીં ઠેર-ઠેર પાણી ભરાઈ જવાથી પાલિકાની પ્રિમોન્સુન કામીગીરીની પોલ ખુલી હતી. નગર પાલિકાની ટીમ દ્વારા હવે પાણી નિકાલની કામગીરી શરૂ કરાઇ છે

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દ્વારકા

દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બાકોડી, લાંબા, ભાટિયા, ભોગાત સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અવિરત વરસાદને પગલે પુરની સ્થિતિનું થયું નિર્માણ થયું છે. મુશળધાર વરસાદને પગલે ગામના બજારમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Gujarat Rain Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ