ચોમાસુ / રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો

Rain in Gujarat Weather department And Ambalal patel Forecasts

રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે. ક્યાંક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો ક્યાંક ખેતરોમાં પાણી ભરાયા. આ તરફ રાજકોટમાં પણ સારો વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરીવળ્યા હતા. તો બીજી તરફ જેતપુર બોટાદ અને અમરેલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વાવાણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ