બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast in South Gujarat and Saurashtra on this date

હવામાન / મોસમ બનશે મુસીબત! આ તારીખે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, કેરી-ઘઉં-કપાસના પાકને અસર થવાની ભીતિ

Priyakant

Last Updated: 02:07 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું માનીએ તો લગભગ 5 થી 7 માર્ચ વચ્ચે વરસાદ પડી શકે

  • ઉનાળાની શરૂઆતમાં જ વરસાદની આગાહી 
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી 
  • 5થી 7 માર્ચની વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી 

ગુજરાતના હવામાનમાં ગરમીના માહોલ વચ્ચે હવે ટુંક સમયમાં વરસાદનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું માનીએ તો લગભગ 5 થી 7 માર્ચ વચ્ચે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સાથે ગુજરાતના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. 

ગુજરાતમાં ક્યાં-ક્યાં પડી શકે વરસાદ ? 
હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું માનીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરતમાં વરસાદની શક્યતા છે. આ સાથે ગીરસોમનાથ, ભાવનગર, જુનાગઢ, અમરેલીના દરિયાકાંઠના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધાનિય છે કે, 5 થી 7 માર્ચ વચ્ચે વરસાદ પડી શકે છે. 

રાજ્યમાં માવઠાની આગાહીને લઇ ખેડૂતો ચિંતામાં
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવાના આવતા હવે કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ ઊભી થઈ છે. નોંધનીય છે કે, 4 થી 6 માર્ચ સુધી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક ગામોમાં વરસાદની આગાહી કરાઇ છે.   

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. અરવલ્લી અને સુરતમાં હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.

કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ
અરવલ્લી પથંકમાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. તા.4 થી 6 માર્ચ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રારે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને ચેરમેનને સાવચેતી રાખવાની જાણ કરાઈ છે. માર્કેટયાર્ડમાં આવેલા પાકને સચેતસ્થળે ખસેડવા સૂચના જારી કરાઈ છે.જિલ્લા રજિસ્ટ્રારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને પત્ર લખી જાણ કરી છે.

સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવી છે અને આગાહીના પગલે અગમચેતી તૈયારી બતાવી છે. 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.

રાજ્યમાં ફરી એકવાર પડી શકે છે માવઠું
ગુજરાતમાં ધીમે-ધીમે ઉનાળાની શરુઆત થવા લાગી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે. એટલે કે હાલ રાજ્યમાં ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. 

4 માર્ચથી 8 માર્ચ સુધી માવઠાની આગાહી 
રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4થી 8 માર્ચ સુધી માવઠું પડી શકે છે. જોકે, હવામાન નિષ્ણાતનું માનવું છે કે માવઠાંની તીવ્રતા ઓછી હશે. ધોધમાર વરસાદ નહીં પડે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે. તો હોળીના તહેવારને પણ ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં કમોસમી વરસાદ અન્નદાતાઓની હોળી બગાડે એવી શક્યતા છે. 

આ મહિનામાં 41 ડિગ્રીએ પહોંચશે તાપમાન
હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, રાજ્યમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચશે. અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોએ આગામી દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરવી પડશે. તો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે  છે. રાજ્યમાં 14થી 19 માર્ચ સુધી પણ વાતાવરણ પલટાઈ શકે છે. 24થી 26 માર્ચ સુધી દરિયામાં હલચલ વધી શકે છે.

આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે. જ્યારે 4થી 8 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. 

દેશના આ વિસ્તારોમાં પડી શકે વરસાદ ? 
હવામાન વિભાગે આગામી 2 કલાકમાં દિલ્હી, NCR (હિંડોન એએફ સ્ટેશન, ગાઝિયાબાદ, ઇન્દિરાપુરમ) કરનાલ, મેહમ, રોહતક, ભિવાની (હરિયાણા), હસ્તિનાપુર, ચાંદપુર, અમરોહા (યુપી) અને આસપાસના વિસ્તારોમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મધ્યમ વરસાદ પડશે. પવનની ઝડપ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ