હવામાન / ગુજરાતમાં 48 કલાક સુધી રહેશે વરસાદી માહોલ, અહીં ભારે વરસાદની આગાહી

Rain forecast In south Gujarat and saurashtra

ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રવિવાર સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાપીમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો. જેથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. જ્યારે વાપી, વલસાડ, કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ડેમોમાં નવા નીરના પગલે ભરાવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે હજુ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ