બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ કાઢશે વારો..! કેવું રહેશે જોર? જાણો હવામાન વિભાગની આગાહી
Last Updated: 06:26 AM, 2 October 2024
રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે ક્યાંક ઝાપટા તો ક્યાંક ધમધોકાર વરસી રહ્યો છે. જેના પગલે ખેડૂતો ચિંતમાં મુકાઈ ગયા છે. કારણે પાક કાપણીના સમયએ જ વરસાદે મંડાણ કરતા પાક નુકસાનીની ભીંતિ સેવી રહ્યાં છે. જો કે, હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે.
ADVERTISEMENT
મધ્યમ વરસાદની આગાહી
ADVERTISEMENT
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 2 અને 3 ઓક્ટોમબરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેમ કે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમા તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે
4 ઓક્ટોમબરે આ જિલ્લામાં આગાહી
ADVERTISEMENT
જ્યારે 4 ઓક્ટોમબરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે
ADVERTISEMENT
5થી7 ઓકટોમબર સુધી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 5થી 7 ઓકટોમબર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશ / પ્લેન ઉપર જવાને બદલે કેમ નીચે આવ્યું? કોકપીટની અંદરથી સમજો વિમાન દુર્ઘટનાનું કારણ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT