બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો કયા-કયા વિસ્તારોમાં ત્રાટકશે
Last Updated: 09:07 AM, 13 July 2024
હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનાં વડોદરા, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બોટાદ સહિત કચ્છનાં વિવિધ તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
નંદાસણ, આંબલિયાસણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
ADVERTISEMENT
મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. મહેસાણાના નંદાસણ, આંબલિયાસણમાં વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
વલસાડ તાલુકા અને શહેરમાં બે કલાક બે ઈંચ વરસાદ
વલસાડ તાલુકા અને શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બે કલાક બે ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયું છે. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે.
વધુ વાંચોઃ એકસાથે 24 મામલતદાર અને 171 રાજ્યવેરા નિરીક્ષકોની બદલી, જુઓ કોને ક્યા અપાયું ટ્રાન્સફર
ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ
સાબરકાંઠાના હિંમતનગર તાલુકા પંથકમાં વરસાદ, કાટવાડ, મોતીપુરા, ભોલેશ્વર, પીપળી, કંપા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.