બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Rain forecast in Gujarat rain from Rajkot Amreli Diu to Banaskantha

ચિંતા / ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં ક્યાં પડશે વરસાદ

Mahadev Dave

Last Updated: 03:47 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં જાણે માવઠાની મોસમ ખીલી હોય તેમ એક પછી એક કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઈને કયા કયા રાજયમાં કમોસમી વરસાદ કહેર મચાવી શકે છે. જાણો આ અહેવાલમાં

  • રાજ્યમાં પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી
  • આજે રાજકોટ, અમરેલી, કચ્છમાં વરસાદની આગાહી 
  • 6 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં વરસાદની આગાહી

ગુજરાત માથેથી માવઠાની મુસીબત હટવાનું નામ જ લેતી નથી. બે દિવસ માંડ આકાશ સ્વચ્છ રહ્યા બાદ વધુ એક વખત હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે. હવે એક, બે દિવસ નહિ પરંતુ પાંચ દિવસની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

 

રાજસ્થાન તરફ સાઈકલોનીક સર્ક્યુલેશનને લઈને આગાહી

ચૈત્ર મહિનામાં જ્યાં ખરેખર આકાશમાંથી અગન ગોળા વર્ષે તેઓ આકરો તાપ પડતો હોય છે.જેની સરખામણીએ હાલની સ્થિતિએ માવઠાની એક પછી એક આફત આવી રહી છે. હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમાં મોહંતીના જણાવ્યા અનુસાર રાજસ્થાન તરફ સાઈકલોનીક સર્ક્યુલેશનને લઈને રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.આજે દાહોદ, પંચમહાલ, પોરબંદર,  રાજકોટ, અમરેલી અને કચ્છ કમોસમી વરસાદ ત્રાટકે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat

6-7 એપ્રિલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
વધુમાં આવતીકાલે એટલે કે 6 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ અને દીવમાં 6 એપ્રિલે વરસાદ પડી શકે છે. તો  7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ થઈ શકે છે. આમ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી વકી જોવા મળી રહી છે. 6-7 એપ્રિલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આથી ખેડૂતોમાં દોડાદોડી થઈ પડી છે. મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહીને લઈને ગઈકાલે ગોંડલ પંથકમાં ધોધમાર ઝાપટું પણ વરસ્યું હતું.  જેને લઇને માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા ઘઉં ધાણા ડુંગળી સહિતના પાકને નુકસાન થવા પામ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Rain forecast gujarat rajkot કમોસમી વરસાદ માવઠા Unseasonal rain in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ