બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવરાત્રીના રંગમાં વરસાદ પાડશે ભંગ? જાણો હવામાન વિભાગ અને અંબાલાલની એક જેવી આગાહી
Last Updated: 06:41 AM, 7 October 2024
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અમુક જિલ્લાઓમા સુકુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કરછ માટે આગામી દિવસોમાં પણ વાતાવરણ સુકો રહેવાનું છે. આ વિસ્તારોમા વરસાદની આગાહી નહીવત્ છે. જ્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના નથી. પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવો વરસાદની આગાહી કરાઈ છે. હાલમાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કોઇ સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે વરસાદ પડી શકવાની સંભાવના રહેલી નથી.
ADVERTISEMENT
'7 થી 12 ઓક્ટોબર દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી'
રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 7થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ફિક્સ-પેની પીડા ક્યાં સુધી? સમાન કામ, સમાન વેતન વચ્ચે સરકારનો ઠેંગો, કોર્ટ પર છોડ્યું
હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે
તારીખ 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.