બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / Video :Gujarat માં અચાનક વાતાવરણમાં આવ્યો પલ્ટો, જુઓ ક્યાં થઇ કેવી અસર
Last Updated: 09:36 PM, 5 May 2025
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાદળા ઘેરાઇ આવ્યા હતા. પવન પણ ફુંકાવા લાગ્યો હતો અને કેટલીક જગ્યાઓ પર તો વરસાદ પણ પડ્યો હતો. વરસાદ પણ એવો હતો કે, એક વિસ્તારમાં વરસાદ હોય તો તેની જ બાજુના વિસ્તારમાં વરસાદ ન હોય. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા હતા.
ADVERTISEMENT
રાજકોટમાં પણ તોફાની વરસાદ વરસ્યો હતો. અચાનક આભ ગોરંભાયું હતું અને તોફાન જેવો પવન ફુંકાવાનું શરૂ થઇ ગયું હતું. ત્યાર બાદ વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હોવાનું પણ લોકોનું માનવું હતું
ADVERTISEMENT
અમદાવાદનાં ધંધુકા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. અચાનક તોફાની પવન સાથે વરસાદ પડવા લાગ્યો હતો. લોકો પણ થોડા સમય માટે રોડના કિનારે ઉભા રહેવા માટે મજબુર બન્યા હતા.
વીંછિયાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. આભ ગોરંભાયું હતું અને ભારે પવન ફુંકાયો હતો. જેના કારણે અનેક હોર્ડિંગ પડ્યા હતા. વરસાદના કારણે અનેક સ્થળે સામાન્ય પાણી પણ ભરાયા હતા.
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત બટાકાનાં પાકને ભારે નુકસાન થયું હતું.
અમદાવાદનાં ધોળકા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. તોફાની પવન સાથે કરા પડતા અનેક લોકોને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી. લોકોનું કહેવું હતું કે કરા ગોળીની જેમ વાગતા હતા.
બોટાદથી ભાવનગર તરફ જતા રોડ પર ભારે પવનના કારણે સાઇન બોર્ડ પડતા આખો રોડ બંધ થઇ ગયો હતો. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદમાં પણ તોફાની વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા તો કેટલાક વિસ્તારમાં તોફાની પવન ફુંકાયો હતો.
સુરેન્દ્રનગરમાં પણ કરા સાથે વરસાદ પડ્યો હતો. ધુળની ડમરી સાથેતોફાની પવન ફૂંકાતા વિઝિબિલિટી ઘટી ગઇ હતી. અનેક વાહનો રોડની સાઇડ પર ઉભા રહેવા મજબુર બન્યા હતા.
આણંદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. અચાનક વાદળોનાં કારણે સાંજ જેવો માહોલ થઇ ગયો હતો અને પવન ફૂંકાયો હતો. અનેક જગ્યાએ ઝાડ પડ્યા હતા. છાપરા ઉડી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.