બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મેઘરાજા કરશે તોફાની બેટિંગ, ગુજરાતથી લઈને હિમાચલ પ્રદેશ સુધી આખા ભારતમાં રહેશે વરસાદી માહોલ

આગાહી / મેઘરાજા કરશે તોફાની બેટિંગ, ગુજરાતથી લઈને હિમાચલ પ્રદેશ સુધી આખા ભારતમાં રહેશે વરસાદી માહોલ

Last Updated: 07:58 AM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદને કારણે આજે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન છે, એવામાં ખાસ કરીને હવામાન વિભાગે ગુજરાત, દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યમાં વરસાદની સંભાવના છે.

ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે લોકોને ગરમીમાંથી ઘણી રાહત મળી છે પરંતુ અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન પણ છે. એવામાં આજે પણ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

rain-mno

આજે ખાસ કરીને હવામાન વિભાગે તેલંગાણા અને તટીય આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના દર્શાવતા આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ગુજરાત, દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણામાં પણ વરસાદની સંભાવના છે.

રાજસ્થાનમાં ચોમાસુ ફરી જોર પકડી રહ્યું છે. ગઈકાલે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4-5 દિવસ પૂર્વી રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થવાની અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેવાની પ્રબળ સંભાવના છે.

આગામી 24 કલાક માટે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, કોંકણ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં વરસાદની સંભાવના છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ થઈ શકે છે.

વધુ વાંચો: 198 તાલુકાઓ છેલ્લા 24 કલાકમાં વરસાદથી ભીંજાયા, જાણો સૌથી વધુ કયા વિસ્તારમાં સર્જી તારાજી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી કરી છે અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગે ઓકટોબર મહિના સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ત્યાર બાદ શિયાળામાં કડકડતી ઠંડીની આગાહી પણ કરી છે. ભારત હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે આ વર્ષે અતિશય ઠંડી પડવાની સંભાવના છે અને સપ્ટેમ્બરમાં લા નીનાની અસરની શરૂઆત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Forcast Weather Update Rain Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ