બેદરકારી / એક જ દિવસમાં વરસાદે અમદાવાદની જુઓ કેવી હાલત કરી નાંખી, સ્કૂલ બસ ખાડામાં ખાબકી

Rain in Ahmedabad

વાયુ વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી ગયો છે. ત્યારે હવે ધીરે-ધીરે ચોમાસું પણ જામતું જાય છે. તો આજે રાજ્યનાં 81 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉનામાં સવા 2 ઈંચ જેટલો વરસાદ થયો છે. તો આ તરફ સૂત્રાપાડા અને ગીર-ગઢડામાં પણ 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં વાત કરીએ તો દક્ષિણ વિસ્તારોમાં તેમજ મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. ત્યારે સાથે સાથે તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ