અગ્નિપથ યોજનાને લીધે દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ત્યારે ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. અને ટીકીટ કેન્સલના ચાર્જ પણ લાગશે નહી.
લોકો વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા
રેલ્વેમાં કરી તોડફોડ અને આગ લગાવી
રેલ્વેએ ઘણી ટ્રેનો રદ કરવી પડી
વિરોધ પ્રદર્શન
સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલ સશત્ર બળની ભર્તી માટે અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ દેશના ઘણા રાજ્યોમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. સેનામાં ભર્તી થવા માટેના ઉમેદવારો બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ, તેલંગાણામાં ઘણી ટ્રેનોને ભારે નુકશાન પહોચાડ્યું છે અને ઘણાંમાં તો આગ લગાડવામાં આવી છે. આ પરિસ્થિતિ જોતા ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનોને રદ કરી છે. ટ્રેન કેન્સલ થતા યાત્રીઓની મુશ્કેલીઓ વધી છે આ જોઈએ રેલ્વેએ યાત્રીઓને એક રાહતના સમાચાર આપ્યા છે. ટીકીટ કેન્સલ કરવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહી.
રેલ્વેમાં કરી તોડફોડ
અગ્નિપથ યોજના સામે શુક્રવારથી જ વિરોધ પ્રદર્શન ચાલુ છે. આજ બિહાર અને ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યું છે. યુપીના બલિયા રેલ્વે સ્ટેશને વિદ્યાર્થીઓ એકઠા થઇ ગયા હતા અને એક ટ્રેનમાં આગચંપી કરી દીધી હતી. બિહારના લખ્ખીસરાય રેલ્વે સ્ટેશનમાં પણ પ્રદર્શનકારીઓ એ વિક્રમશીલા એક્સપ્રેસ રોકીને તોડફોડ કરી હતી.