બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઓફિસમાં સ્ટેશન માસ્તર પત્ની સાથે ઝગડ્યાં, ફોન પર ‘OK’ કહેતાં ગાડી ખોટા પાટે, 3 કરોડનો ચૂનો
Last Updated: 10:09 PM, 7 November 2024
પતિ-પત્નીના ઘરના ઝગડાએ તો રેલવેને લપેટામાં લઈ લીધો અને તેને કરોડોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પતિ-પત્ની વચ્ચેની લડાઈનો માર રેલવેને સહન કરવો પડ્યો હતો. પતિ-પત્ની વચ્ચેની લડાઈને કારણે ટ્રેન બંધ રૂટ પર ચાલી ગઈ અને તેના કારણે રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાન પછી પતિએ પણ નોકરી ગુમાવી દીધી.
ADVERTISEMENT
એક હાથમાં મોબાઈલ, બીજા હાથમાં ગાડીઓન સિગ્નલ આપતો
વાસ્તવમાં, એક સ્ટેશન માસ્તરની ડ્યુટી દરમિયાન તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. સ્ટેશન માસ્તર ફરજ પર હતા ત્યારે તેમની પત્ની ફોન પર ઝઘડો કરવા લાગી હતી. તેના એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં ઓફિસનો ફોન હતો. બંને પક્ષે વાતચીત ચાલી રહી હતી. પત્નીએ સ્ટેશન માસ્તરને કહ્યું કે ઘરે આવો પછી હું વાત કરીશ, જવાબમાં પતિએ કહ્યું ઓકે, હવે સ્ટેશન માસ્તરના બીજા હાથમાં જે ફોન હતો તેને સામે છેડાવાળાએ સાંભળ્યું કે આ ઓકે તેને માટે છે એટલે તેણે સિગ્નલ આપી દીધું અને ગાડી રવાના થઈ હતી પરંતુ ટ્રેન જ્યાં રુટ બંધ હતો ત્યાં જતી રહી પરિણામે રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને રેલવે માસ્ટરને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અને હવે પતિએ હાઈકોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે.
ADVERTISEMENT
બંને વચ્ચે શા માટે ઝગડો?
વિશાખાપટ્ટનમના સ્ટેશન માસ્ટરના લગ્ન 2011માં ભિલાઈની એક યુવતી સાથે થયા હતા. પતિનો આરોપ છે કે લગ્ન પછી જ પત્નીએ કહ્યું હતું કે તેને બીજા કોઈ સાથે પ્રેમ છે અને તેને ભૂલી શકે તેમ નથી. જે બાદ તે તેના પતિની સામે જ તેના પ્રેમી સાથે વાત કરતી હતી. એક દિવસ, જ્યારે ફરજ પર હતા, ત્યારે તેની પત્નીને કારણે તેણે નોકરી ગુમાવી દીધી. જેના કારણે પતિએ વિશાખાપટ્ટનમ ફેમિલી કોર્ટમાં પત્ની પર માનસિક ત્રાસનો આરોપ લગાવીને છૂટાછેડા માટે અરજી કરી હતી. બીજી તરફ પત્નીએ પણ દહેજ માટે ઉત્પીડનનો કેસ નોંધાવ્યો હતો. જોકે, કોર્ટમાં દહેજનો કેસ સાબિત થઈ શક્યો ન હતો અને હાઈકોર્ટે પતિના છૂટાછેડા મંજૂર કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.