બ્રેકિંગ ન્યુઝ
Krupa
Last Updated: 04:35 PM, 9 August 2019
હવે તમે ટ્રેનમાં સફર દરમિયાન પણ શૉપિંગ કરી શકો છો. એના માટે ભારતીય રેલવે તરફથી ખાસ સુવિધાની શરૂઆત કરી દીધી છે. મહત્વની વાત એ છે કે જો તમારા ખિસ્સામાં પૈસા ના હોય તો પણ શૉપિંગની મજા માણી શકો છો. જાણો રેલવેની આ ખાસ પહેલ માટે.
ADVERTISEMENT
ભારતીય રેલવેના પ્રમાણે ગત ગુરુવારથી પશ્વિમી રેલવેના અમદાવાદ ડિવિઝનમાં સફર દરમિયાન શૉપિંગ સુવિધાની શરૂઆત કરીવામાં આવી છે. એ હેઠળ યાત્રી ટ્રેનમાં સફર કરતી વખતે પણ શૉપિંગ કરી શકશો.
ADVERTISEMENT
વર્તમાનમાં આ સુવિધા અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ અને અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસમાં મળશે. રેલવેએ કહ્યું છે કે આ સેવા યાત્રીઓને સફર દરમિયાન રોજીંદી ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખરીદવાની તક આપશે. આ સેવા લોકો માટે બંને દિશામાં ઉપલબ્ધ હશે.
રેલવે પ્રમાણે સફર દરમિયાન યાત્રીઓનો ઘરેલૂ સામાન, દાંતની સફાઇથી જોડાયેલી વસ્તુઓ, સ્કીન અને વાળની દેખભાળથી જોડાયેલ ઉત્પાદ, સૌંદર્ય વસ્તુઓ, સ્વાસ્થ્યથી સંબંધિત વસ્તુઓ અને ચોકલેટ જેવી પ્રોડક્ટ એમઆરપી પર મળશે.
Ahmedabad Division of Western Railway has started On Board shopping in 12934 Ahmedabad Jn-Mumbai Central Karnavati Express from today. pic.twitter.com/vqlfeU1zcM
— Ministry of Railways (@RailMinIndia) August 8, 2019
વાત એ છે કે જો તમારી પાસે રોકડ નથી ત્યારે પણ તમે ખરીદી કરી શકો છો. વાસ્તવમાં એના માટે ડિજીટલ ચુકવણી કરવાની સુવિધા હશે.
રેલવે તરફથી વંદે ભારત એક્સપ્રેસમાં વિમાન જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની પહેલ પર પણ વિચાર થઇ રહ્યો છે. હવે ફ્લાઇટ્સની તર્જ પર વંદે ભારત ટ્રેનમાં હોસ્ટેસ અને ફ્લાઇટ સ્ટીવર્ડ્સ રાખવામાં આવશે. આ ટ્રાયલ પ્રોજેક્ટ પહેલાથી જ આ ટ્રેનમાં શરૂ થઇ ચુક્યો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે IRCTC એ વંદે ભારત ટ્રેનમાં 6 મહિના માટે 34 ટ્રેન્ડ એર હોસ્ટેસ અને ફ્લાઇટ સ્ટીવર્ડ્સને જોબ પર રાખ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.