ભારતે રચ્યો ઇતિહાસ, રેલવેના ડીઝલ એન્જિનને ઇલેકટ્રિકમાં બદલ્યું....

By : admin 10:03 AM, 07 December 2018 | Updated : 10:03 AM, 07 December 2018
દુનિયાને પછાડી ભારતીય રેલવેએ ઇતિહાસ રચી દીધો છે. ભારતીય રેલવેએ પ્રથમ વખત ડીઝલ એન્જીનને ઇલેકટ્રિકમાં બદલી નાંખ્યું છે. હવે 2600થી 2700 હોર્સ પાવરની ક્ષમતાવાળું ડીઝલ એન્જિન 5 હજારથી 10 હજાર હોર્સ પાવરવાળા ઇલેકટ્રિક એન્જિનમાં બદલી શકાશે.

એક મળતાં અહેવાલ મુજબ ભારતીય રેલવેના ડીઝલ લોકોમેટિવ વર્કસ દ્વારા વિશ્વના પ્રથમ ડીઝલ રેલ એન્જિને ઇલેકટ્રિક રેલ એન્જિનમાં બદલવાનું કામ પુરુ કર્યું છે. આ પરિયોજના પર 22 ડિસેમ્બર 2017થી કામ શરૂ કરવામાં આવ્યું હતું અને નવુ એન્જિન 28 ફેબ્રુઆરી 2018ના રોજ રવાના કરવામાં આવ્યું છે. આ કાર્યમાં ફકત 69 દિવસનો સમય લાગ્યો.

તેનું પ્રથમ એન્જીન પાટનગર દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશન પર લાવવામાં આવ્યું છે. હવે રેલવેએ ડીઝલ એન્જિનનું મિડ લાઇફ સુધાર નહીં કરવાની યોજના બનાવી છે. તેની જગ્યાએ આ એન્જિનોને ઇલેકટ્રિક એન્જિનમાં બદલી અને કોડલ લાઇફ સુધી તેનો ઉપયોગ કરવાનો નિર્ણ લીધો છે.

ભારતીય રેલવેના મિશન 100 ટકા વિદ્યુતીકરણ અને કાર્બન મુક્ત એજન્ડાને ધ્યાનમાં રાખતા વારાણસી ડીઝલ એન્જિન કારખાનાને નવા પ્રોટોટાઇફ ઇલેકટ્રિક એન્જિમાં વિકસિત કરાયું છે.

ઉલ્લેખનીય છે કે ડીઝલ એન્જિનને 18 વર્ષથી વધારે સમય સુધી ચલાવવામાં અંદાજે પાંચ થી છ કરોડનો ખર્ચ થાય છે. જ્યારે આ ખર્ચના 50 ટકા જ ડીઝલ એન્જિનને ઇલેકટ્રિકમાં બદલવા માટે થાય છે.

મેક ઇન ઇન્ડિયા હેઠળ સ્વદેશી ટેકનીક અપનાવતા ડીઝલ રેલ કારખાનોએને ડબ્લ્યુએજીસી 3 શ્રેણીના રેલ એન્જિનની શરૂઆત કરી છે. આ ઇલેકટ્રિક રેલ એન્જિને માલગાડી માટે ઉપયોગમાં લેવામાં આવશે.Recent Story

Popular Story