પેસેન્જર્સને રાહત આપવા માટે ઈન્ડિયન રેલ્વેએ બીજો રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની સુવિધા આપી છે. આ બીજા રિઝર્વેશન ચાર્ટને ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલાં તૈયાર કરાશે. નવા ફેરફાર 10 ઓક્ટોબર એટલે કે આજથી જ લાગૂ કરાશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તે પહેલાં તેને 2 કલાક પહેલાં તૈયાર કરવામાં આવતા હતા.
આજથી બદલાઈ ગયા ટ્રેન બુકિંગના નિયમો
ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલાં પણ કરાવી શકાશે બુકિંગ
નવા નિયમો આજથી જ લાગૂ કરાશે
પહેલાં શું હતો નિયમ
રેલ્વે દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે કોરોના કાળ પહેલાંથી નિયમના આધારે, પહેલાં રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલાં તૈયાર થતો હતો. પછી ઈન્ટરનેટ કે પીઆરએસ સિસ્ટમની મદદથી બુકિંગ વહેલાં તે પહેલાના આધારે થતું હતું. આ બુકિંગ અન્ય રિઝર્વેશન ચાર્ટ બનતા પહેલાં સુધી માન્ય ગણાતું હતું.
કોરોનામાં બદલાયો હતો નિયમ
બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલાં તૈયાર કરાતો હતો. આ સમયે રિફંડના નિયમોમાં પહેલાંથી બુક કરાયેલા ટિકિટને કેન્સલ કરાવવાની પણ પરમિશન હતી. કોરોના મહામારીના કારણે બીજો રિઝર્વેશન ચાર્ટના નિયમો બદલાયા હતા. ફરીથી નિયમમાં ફેરફાર કરતાં ફરીથી ચાર્ટ ટ્રેન છૂટવાની 30 મિનિટ પહેલાં તેયાર કરાશે. બીજો ચાર્ટ તૈયાર થતાં પહેલાં ટિકિટ બુકિંગની સુવિધા ઓનલાઈન અને પીઆરએસ ટિકિટ કાઉન્ટર પર મળશે. ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલાં ચાર્ટ બનાવવાની ટેકનિકને લાગૂ કરવા સોફ્ટવેરમાં પણ કેટલાક જરૂરી ફેરફાર માટેની કવાયત શરૂ કરાઈ છે.