બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રેલ્વેમાં ફરી ભરતી! સેલરી મહિનાની 70000 સુધી, ફટાફટ એપ્લાય કરો નહીંતર રહી જશો

તમારા કામનું / રેલ્વેમાં ફરી ભરતી! સેલરી મહિનાની 70000 સુધી, ફટાફટ એપ્લાય કરો નહીંતર રહી જશો

Last Updated: 09:00 AM, 9 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Railway Bharti 2024 : રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRC) એ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વિવિધ રમતોના ખેલાડીઓ માટે વિવિધ સ્તરની ખાલી જગ્યાઓ બહાર પાડી

Railway Bharti 2024 : ફરી એકવાર સરકારી નોકરીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રમતપ્રેમીઓ માટે રેલ્વેમાં સરકારી નોકરી મેળવવાની મોટી તક છે. તાજેતરમાં રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRC) એ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વિવિધ રમતોના ખેલાડીઓ માટે વિવિધ સ્તરની ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અરજીની પ્રક્રિયા 11 નવેમ્બરથી RRCની અધિકૃત વેબસાઇટ rrcnr.org પર શરૂ થઈ રહી છે. લાયક ઉમેદવારો આ ભરતી માટે 11 ડિસેમ્બર 2024 સુધી ફોર્મ ભરી શકશે. આ ભરતી માટે ખેલાડીઓની ટ્રાયલ ફેબ્રુઆરીના મધ્યમાં શરૂ થઈ શકે છે.

ખાલી જગ્યાની વિગતો

રેલવેની આ ખાલી જગ્યા લેવલ-2,3,4,5 માટે છે. જેમાં ફૂટબોલ, વેઈટ લિફ્ટીંગ, વોલીબોલ, હોકી, ક્રિકેટ, એથ્લેટીક્સ, ટેબલ ટેનિસ, જીમ્નાસ્ટીક, બોક્સીંગ હેન્ડબોલ, બાસ્કેટબોલ, ખો-ખોના ખેલાડીઓની જગ્યાઓ ખાલી છે. પોસ્ટની સંખ્યા 21 છે, જેમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવારોનો સમાવેશ થાય છે. એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ દરેક પોસ્ટ માટે અલગ અરજી સબમિટ કરવી પડશે.

ઉંમર મર્યાદા

રેલવેની આ ખાલી જગ્યામાં અરજદારોની વય મર્યાદા 18 થી 25 વર્ષની વચ્ચે છે. આરક્ષિત વર્ગો માટે વયમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં.

શૈક્ષણિક લાયકાત

લેવલ 4 અને લેવલ 5 માટે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક

લેવલ 2 અને લેવલ 3 માટે 12મું પાસ

આ ઉપરાંત ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ માટે, ઉમેદવારોએ અંગ્રેજીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ અને હિન્દીમાં 25 શબ્દો પ્રતિ મિનિટની ટાઈપ કરવાની ઝડપ હોવી જોઈએ. ઉમેદવારો ભરતીની અધિકૃત સૂચનામાંથી વિગતવાર પાત્રતા સંબંધિત અન્ય માહિતી પણ ચકાસી શકે છે.

કેટલો પગાર મળે છે?

રેલવેની આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને અલગ-અલગ પગાર આપવામાં આવશે. લેવલ 4ની પોસ્ટને 25,500 થી 81,100 રૂપિયા, લેવલ 5 ને 29,200 થી 92,300 રૂપિયા, લેવલ 3 ને 19,990 થી 63,200 રૂપિયા અને લેવલ 2 ની પોસ્ટને ,1910 થી 700 રૂપિયાનો પગાર મળશે.

વધુ વાંચો : સપનામાં દેખાય આ વસ્તુઓ તો કોઈને ન કહેતાં, થશે પૈસાનું નુકશાન

આ ખાલી જગ્યા માટે અરજી કરતી વખતે સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે, જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ માત્ર 250 રૂપિયા ચૂકવવા પડશે. ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે તમે RRCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Recruitment Cell Railway Bharti 2024 Sports Quota
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ