Team VTV02:36 PM, 17 Oct 19
| Updated: 02:38 PM, 17 Oct 19
શું તમે સરકારી નોકરીની શોધમાં છો તો રેલવે તમારા માટે એક સુંદર તક લઇને આવ્યું છે. રેલવે દ્વારા એક વધુ ભરતી બહાર પાડવમાં આવી છે. રેલવે દ્વારા આસ્ટિટન્ટ લોકો પાયલેટ (ALP) અને ટેકનિશ્યન 306 પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ALP માટે 85 અને ટેકનિશ્યન માટે 221 પદ સામેલ છે. આ જગ્યા માટે અરજી અંગેની પ્રક્રિયા ચાલી રહી છે. અરજી માટેની અંતિમ તારીખ 11 નવેમ્બર છે. આ જગ્યા માટે 10 પાસ લોકો અરજી કરી શકે છે. કેટલીક જગ્યાઓમાં આઇઆઇટી પણ માગ્યા છે.
જગ્યાનું નામ અને સંખ્યા
આસ્ટિટન્ટ લોકો પાયલટ - 85 જગ્યા
ટેક્નિશ્યન - 221 જગ્યા
કુલ પદની સંખ્યા
306
યોગ્યતા
આ પદ માટે 10મું અને આઇઆઇટી કરનારાઓ અરજી કરી શકે છે. અલગ-અલગ પદ પર અલગ-અલગ યોગ્યતા નક્કી કરવામાં આવી છે. યોગ્યતા સંબંધિત વધારે જાણકારી માટે ઑફિશિયલ નોટિફિકેશન ચેક કરવું.
ઉંમર
આ પદ માટે ઉમેદવાર ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 42 વર્ષ હોવી જોઇએ. ઓબીસીમાં વધારેમાં 3 વર્ષ અને SC/ST માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે.
આ આધારે પસંદગી કરવામાં આવશે
ઉમેદવારની પસંદગી કમ્પ્યૂટર બેસ્ડ પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ પરીક્ષાના આધાર પર કરાશે.
આવી રીતે કરી શકશો અરજી
ઇચ્છુક લોકો ઑફિશ્યિલ વેબસાઇટ www.rrc-wr.com પર જઇ અરજી કરી શકે છે.