બ્રેકિંગ ન્યુઝ
VTV / railway recruitment 2022 notification released check eligibility criteria know more
Arohi
Last Updated: 07:48 PM, 8 July 2022
ADVERTISEMENT
રેલવે ભરતી સેલ, વેસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ (WCR)વિવિધ NTPC (નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી) પોસ્ટ્સ જેવી કે સ્ટેશન માસ્ટર, સ્ટેશન કોમર્શિયલ કમ ટિકિટ અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર ક્લાર્ક માટે અરજીઓ આમંત્રિત કરી છે.
GDCE ક્વોટા હેઠળની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. NTPC ગ્રેજ્યુએટ પોસ્ટ માટે કુલ 55 અને NTPC 12 પાસ માટે 66 જગ્યાઓ ઉપલબ્ધ છે. સિંગલ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) થશે ત્યારબાદ એપ્ટિટ્યુડ ટેસ્ટ/ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ (જ્યાં લાગુ પડતું હોય) હશે.
ADVERTISEMENT
આજથી અરજી પ્રક્રિયા શરૂ
આ જગ્યાઓ માટે આજથી અરજીઓ શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2022 છે. અભ્યાસની વાત કરીએ તો, સ્ટેશન માસ્ટર, સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવાર સ્નાતક હોવો જોઈએ. બીજી તરફ, ઉમેદવાર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ માટે અરજી કરવા માટે 12મું પાસ હોવું જોઈએ.
કેટલી છે વય મર્યાદા?
વય મર્યાદા વિશે વાત કરીએ તો, બિન અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા 18 વર્ષથી 42 વર્ષ રાખવામાં આવી છે. બીજી તરફ, OBC ઉમેદવારો માટે 45 વર્ષ અને SC ST ઉમેદવારો માટે 47 વર્ષ સુધીની મર્યાદા રાખવામાં આવી છે.
કેટલો મળશે પગાર?
પગારની વાત કરીએ તો, સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે દર મહિને રૂ. 35400, સિનિયર કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની પોસ્ટ માટે રૂ. 29200, સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ માટે રૂ. 29200, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની પોસ્ટ માટે રૂ. 21700, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટે પોસ્ટ માટે 19900 રૂપિયા અને જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ માટે 19900 રૂપિયા પ્રતિ માસ પગાર આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.