બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રેલવેમાં 10 પાસ માટે નોકરી, પગાર મહિને 63000થી વધારે, છેલ્લી તારીખ પહેલા કરો એપ્લાય

Jobs / રેલવેમાં 10 પાસ માટે નોકરી, પગાર મહિને 63000થી વધારે, છેલ્લી તારીખ પહેલા કરો એપ્લાય

Last Updated: 10:41 PM, 3 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવેએ ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ માટે નોકરી બહાર પાડી છે.

RRC Recruitmrnt 2024: રેલવેએ ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ માટે નોકરી બહાર પાડી છે. 10 પાસ ઉમેદવારો પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 63,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

રેલવે ભરતી સેલ (RRC) એ ગ્રુપ 'C' અને ગ્રુપ 'D' ની વિવિધ જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. આ ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 19 ઓક્ટોબર સુધી તેમની અરજી સબમિટ કરી શકે છે.

relve.jpg

પાત્રતા અને વય મર્યાદા

રેલ્વે ભરતી સેલ દ્વારા આયોજીત આ ભરતી પ્રક્રિયાના લેવલ-2 માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 30 વર્ષની હોવી જોઈએ. જ્યારે લેવલ 1ની પોસ્ટ માટે અરજી કરનારાઓની ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તમામ પોસ્ટ માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે. અરજદારોએ કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ કર્યું હોવું જોઈએ અને તેમની પાસે ITI પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.

પગાર

પસંદ કરેલ ઉમેદવારોને RRC ભરતી 2024 હેઠળ નીચે મુજબનો પગાર મળશે

- ગ્રુપ 'સી' લેવલ-2: 7મી સીપીસી હેઠળ પે મેટ્રિક્સ મુજબ રૂ. 19,900 થી રૂ. 63,200

- ગ્રુપ 'ડી' લેવલ-1: 7મી સીપીસી હેઠળ પે મેટ્રિક્સ મુજબ રૂ. 18,000 થી રૂ. 56,900

આ પણ વાંચોઃ પુત્રીનો 'સેક્સી કોલ' સાંભળીને માતાનું હૃદય બેસી ગયું, આ નવા કૌભાંડથી ચેતજો

અરજી ફી

RRC ભરતી 2024 ની સત્તાવાર સૂચના અનુસાર રેલ્વેમાં નોકરીઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ નીચે દર્શાવેલ આવેદન ફી મુજબ અરજી ફી જમા કરાવવી પડશે.

- સામાન્ય/ઓબીસી કેટેગરી: રૂ. 500

- SC/ST/ભૂતપૂર્વ સૈનિક/વિકલાંગ વ્યક્તિ (PWD)/મહિલા/ટ્રાન્સજેન્ડર/લઘુમતી ઉમેદવારો: રૂ. 500

- આર્થિક રીતે પછાત વર્ગ: રૂ. 250

RRC ભરતી 2024 સત્તાવાર સૂચના અનુસાર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ડોક્યૂમેન્ટ ચકાસણીના આધારે કરવામાં આવશે. વધુ માહિતી અને અરજી કરવા માટે ઉમેદવારોએ રેલ્વે ભરતી 2024 સૂચના તપાસવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Jobs Career rrc recruitment 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ