પુલવામા હુમલા બાદ રેલવે સતર્ક, દરેક ઝોનમાં તૈનાત હશે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ

By : admin 11:01 AM, 22 February 2019 | Updated : 11:01 AM, 22 February 2019
પુલવામા હુમલા બાદ રેલવે તંત્ર પણ પોતાની સુરક્ષા વધારવા માટે સતર્ક બની ગયું છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેનોની સુરક્ષા માટે નવું પગલું લેવામાં આવી રહ્યું છે. આતંકી હુમલા માટે હંમેશા રેલવે એક સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે.

ત્યારે આવામાં રેલવે તંત્ર દ્વારા પોતાની સુરક્ષાને લઈને ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના ડિરેક્ટર અરૂણ કુમારે જણાવ્યું છે કે, દેશભરમાં રેલવેના 67 ઝોન છે. જેથી દરેક ઝોનમાં જલ્દી બોમ્બવ ડિટેક્સન અને ડિસ્પોઝલ સ્ક્વોડ તૈનાત કરવામાં આવશે.

આ તમામ ડિવીઝનમાં વિવિધ બોમ્બ સ્ક્વોડ તૈનાત કરવામાં આવશે. આ સંબંધિત એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ રેલવે બોર્ડના એક અધિકારીએ જાહેરાત કરી હતી કે મુંબઈ ઉપનગરી રેલવે નેટવર્ક પોતાના બોમ્બવ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ તૈનાત કરાશે.

મુંબઈમાં આતંકી હુમલાના 11 વર્ષ બાદ મુંબઈ શહેરને આ પ્રકારનું પહેલુ બોમ્બ સ્ક્વોડ મળવા જઈ રહ્યું છે. આ સ્ક્વોડ માટે રેલવે પ્રોટેક્શનન ફોર્સના 15 જવાનોને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. જેઓ મુંબઈમાં સેન્ટ્ર્લ રેલવે લાઈન પર તમામ સ્ટેશનો અને ટ્રેનોની તપાસ કરશે.

આમ પુલવામામાં આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ રેલવે વિભાગે પણ પોતાની સુરક્ષા વધારવા સતર્ક બની છે.

જેને લઇને રેલવે પ્રોટેકશન ફોર્સના 15 જવાનો સિવાય ડોગ સ્કવોડ પણને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવશે. હાલમાં રેલવે વિભાગ દ્વારા સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે. Recent Story

Popular Story