સ્પષ્ટતા / રેલવેનો શ્રમિકોના ભાડા અંગે લૂલો બચાવ, કહ્યું ભાડું નથી વસૂલી રહ્યા આતો ફક્ત 15 ટકા રાજ્યો પાસેથી લઈએ છીએ

railway gave clarification on charging ticket fare from migrant worker says providing free food and water

લોકડાઉનને કારણે વિવિધ રાજ્યોમાં અટવાયેલા પરપ્રાંતિય મજૂરો પાસેથી ભાડુ વસૂલવા બદલ રેલવેની આકરી ટીકા થઈ છે. ત્યારે પોતાનો લૂલો બચાવ કરતા રેલવેએ આ અંગે ખુલાસો આપ્યો છે. રેલવેનું કહેવું છે કે તે મજૂરોને ટિકિટ નથી વેચી રહ્યું. રેલવેએ જણાવ્યું હતું કે તે અત્યાર સુધી 34 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે રેલવેનો આ પાંગળો બચાવ છે. રેલવે ભાડુ વસૂલે છે. તેવો રેલવેનો સત્તાવાર પરિપત્ર પણ બહાર આવી ચૂક્યો છે. એટલું જ નહીં વિદેશથી ભારતીયોને ફ્લાઈટના ખર્ચે મફત લાવનાર સરકારે પણ લૂલો બચાવ કરતા મજૂરોને 85 ટકા સબસીડી આપ્યાની વાતો કરી ફરી મુર્ખી બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ