કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સુપરવાઇઝરી કેડરના કર્મચારીઓને સીધી પ્રમોશન મળશે. આ પોલિસી હેઠળ રેલવે ગ્રેડ-6ના કર્મચારીઓને ડાયરેક્ટ પ્રમોશન મળી શકશે.
રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર
ગ્રેડ-6ના કર્મીઓને મળશે ડાયરેક્ટ પ્રમોશન
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે રેલવે કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કહ્યું કે સુપરવાઇઝરી કેડરના કર્મચારીઓને સીધી પ્રમોશન મળશે. આ પોલિસી હેઠળ રેલવે ગ્રેડ-6ના કર્મચારીઓને ડાયરેક્ટ પ્રમોશન મળી શકશે.
રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે લેવલ-7માં સુપરવાઇઝરી કેડરના પગાર ધોરણમાં સ્થિરતા છે અને તેમના પ્રમોશન માટે બહુ ઓછો અવકાશ છે. તેઓએ કહ્યું કે અમારી પાસે 80,000 નિરીક્ષકો છે. જેઓ છેલ્લા 16 વર્ષથી એટલે કે 2006થી સુપરવાઈઝર કેડરના પગાર ધોરણમાં વધારાની માંગ કરી રહ્યા હતા. બઢતી મેળવવાનો એકમાત્ર રસ્તો ગ્રુપ 'બી' પરીક્ષા દ્વારા પસંદગી પામવાનો હતો. જેમાં 3,712 જગ્યાઓ ખાલી હતી.
40,000 સુપરવાઈઝરોને લાભ મળશે
રેલ્વે મંત્રીએ જાહેરાત કરી છે કે નવી નીતિ હેઠળ લેવલ 7 થી લેવલ 8 માં 50 ટકા કર્મચારીઓને પ્રમોશન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, 4 વર્ષમાં લેવલ-8 થી લેવલ-9 સુધી નોન-ફંક્શનલ ગ્રેડમાં 50 લોકોને બઢતી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આનાથી 40,000 સુપરવાઈઝરને સીધો ફાયદો થશે અને બધાને દર મહિને સરેરાશ 2,500-4,000 રૂપિયાનો વધારાનો પગાર મળશે.
કેન્દ્ર સરકારે નવી નીતિને મંજૂરી આપી
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વેએ એવા કર્મચારીઓની ઓળખ કરવાનું પણ શરૂ કરી દીધું છે કે જેઓ પ્રમોશન માટે લાયક છે. મંત્રીએ કહ્યું કે સિવિલ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એસએન્ડટી ટ્રાફિક, કેમિકલ અને મેટલર્જિકલ, સ્ટોર્સ અને કોમર્શિયલ વિભાગના સુપરવાઇઝરને આ નીતિથી ફાયદો થશે. નોંધપાત્ર વાત એ છે કે રેલ્વેમાં પ્રમોશનની નવી નીતિને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.