બ્રેકિંગ ન્યુઝ
VTV / railofy train ticket book no confirmation air tickets get travel guarantee
Mehul
Last Updated: 07:41 PM, 8 February 2020
ADVERTISEMENT
આ ઓફર અનુસાર જો રેલવે ટિકિટ કન્ફર્મ નહીં થાય તો સ્ટાર્ટઅપ એટલી જ કિંમતમાં હવાઇ ટિકિટ ઉપલબ્ધ કરાવશે.
ADVERTISEMENT
આ સ્ટાર્ટઅપનું નામ Railofy છે. મુંબઇ સ્થિત Railofy એપ પર આપ રેલવેની તત્કાલ ટિકિટ બુક કરાવી શકો છો. જો આપની ટિકિટ વેટિંગ અથવા RAC છે તો કંપની આપના માટે એર ટિકિટ ઉપલબ્ધ કરાવશે. સરળ ભાષામાં સમજીએ તો તત્કાળથી ટિકિટ કન્ફર્મ નથી મળતી તો આપને ફ્લાઇટથી યાત્રા કરવાની તક મળશે.
જોકે, Railofyની આ સુવિધા હાલ માત્ર મુંબઇથી AC ક્લાસની ટિકિટ પર ઉપલબ્ધ છે. ત્યારે તેના માટે યાત્રાળુઓને 50 રુપિયાથી લઇને 500 રૂપિયા આપી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
કંપની મુજબ, એકવાર રજિસ્ટ્રેશન કર્યા બાદ યાત્રાળુને વિના કોઇ મુશ્કેલીએ તત્કાલ ટિકિટ કરવાની સુવિધા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સુવિધા જલ્દી જ આખા દેશમાં ઉપલબ્ધ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.