કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે ભારતીય રેલ્વેએ પહેલી વાર ટ્રેનથી 100 ટ્રેક્ટર બાંગ્લાદેશ મોકલીને ઈતિહાસ રચ્યો છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે ઉત્તરપ્રદેશના દાદરીના કંટનેર ડિપો પર આ 100 ટ્રેક્ટરોને રાખવામા આવ્યા હતા. આ ટ્રેક્ટરોને બાંગ્લાદેશના બેનાપોલ મોકલવામાં આવી રહ્યા છે. તેઓએ આ પહેલાં ટ્વિટ કરીને કહ્યું હતું કે રેલ્વેના મિશન રફ્તારને નવી સફળતા મળી છે.
રેલ્વેએ રચ્યો ઈતિહાસ
કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કર્યું ટ્વિટ
100 ટ્રેક્ટર ટ્રેનથી બાંગ્લાદેશ મોકલાયા
પિયૂષ ગોયલે કહ્યું કે ઈન્ડિયન રેલ્વે રોજ નવો કિર્તિમાન ઈતિહાસ બનાવી રહી છે. તેઓએ એમ પણ કહ્યું કે મુંબઈમાં જેઈઈ-નીટની પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓને સ્પેશ્યલ સબ અર્બન ટ્રેનની સુવિધઆ આાપ્યા બાદ એક દિવસ પછી ભારતીય રેલ્વેએ બિહારમાં જેઈઈ-નીટની પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓને મામટે 20 જોડી ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. આ સ્પેશ્યલ ટ્રેન 2-15 સપ્ટેમ્બરની વચ્ચે ચલાવાશે. તેની જાહેરાત કરતાં ગોયલે કહ્યું કે આ સુવિધા નેશનલ ડિફેન્સ એકેડમી એટલે કે એનડીએ પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓને માટે પણ વધારાશે.
Under the strong & visionary leadership of PM @NarendraModi Ji, Indian Railways is touching new milestones every day.
For the first time in the history of Indian Railways, 100 tractors loaded from Inland Container Depot in Dadri, Uttar Pradesh to Benapole, Bangladesh. pic.twitter.com/eNB7ByWhEG
રફ્તાર મિશનના આધારે મળેલી કામયાબી બાદ પૂર્વ મધ્ય રેલ દાનાપુર ડિવિઝનના જનસંપર્ક અધિકારીએ કહ્યું કે 1 સપ્ટેમ્બરથી 02309 રાજેન્દ્રનગર ટર્મિનલ- નવી દિલ્હી રાજધાની સ્પેશ્યલ ટ્રેનને 130 કિમી પ્રતિ કલાકની ગતિથી ચલાવવાનું શરૂ કરાશે. આ સાથે જ દાનાપુર મંડલના આધારે પટના-પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન મેન લાઈન પર વધારે 130 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે ટ્રેન ચલાવવાની શરૂઆત કરાઈ છે.
PM @NarendraModi जी के नेतृत्व में रेलवे के मिशन रफ़्तार को बढ़ावा देते हुए, भारतीय रेल निरंतर नयी ऊँचाइयाँ छू रही है।
एक नया कीर्तिमान बनाते हुए पटना-नई दिल्ली राजधानी एक्सप्रेस ने पहली बार 130 Kmph की रफ्तार के साथ शुरू करी बिहार के पटना से नई दिल्ली की अपनी यात्रा। pic.twitter.com/5mFRXcnTe0
નવી દિલ્હી રાજધાનીથી મુસાફરી કરનારા યાત્રીઓ હવે ઓછા સમયમાં મુસાફરી કરી શકશે. આ ટ્રેનની વધુમાં વધુ સ્પીડ 130 કિમી પ્રતિ કલાક કરાઈ છે. પહેલાં આ ટ્રેન 100-110 કિમી પ્રતિ કલાકે ચાલી રહી હતી. રેલ્વેના આધારે છેલ્લા કેટલાક દિવસોમાં ઝાઝા પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન રેલ સેક્શન પર 130 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેનને ચલાવવામાં સફળતા મળી છે. આ રાજધાની ટ્રેનને પટનાથી નવી દિલ્હી સુધી 110ને બદલે 130 કિમી પ્રતિ કલાકથી ચલાવાશે.