Crime / ગાંધીધામમાં ધમધમતા હુક્કાબાર પર દરોડો, કુલ ચાર લોકોની અટકાયત

Raid on the Hookah Bar in the heart of the Kutch

કચ્છઃ ગાંધીધામનાં મામલતદાર કચેરી નજીક, કચ્છકલા રોડ પાસે ધમધમી રહેલા હુક્કાબાર પર સરહદી રેન્જના આર.આર. સેલ દ્વારા દરોડૉ પાડીને હુક્કાબાર સાથે સટ્ટાખોરીનો પણ પર્દાફાશ કર્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં કુલ ચાર લોકોની અટકાયત કરાઈ હતી. જેમાં હુક્કાની મજા માણવા છરી સાથે બેઠેલા યુવાનનો પણ સમાવેશ થાય છે. મહાનિરિક્ષક ડી.બી. વાઘેલાની આગેવાનીમાં કાર્ય કરતા સરહદી રેન્જનાં સેલ દ્વારા શનિવારનાં રાત્રે ૮-૩૦ વાગ્યે જ્યારે આઈપીએલ ક્રિકેટ ચાલુ હતી ત્યારે શહેર મધ્યે સેક્ટર-૧એમાં, મામલતદાર કચેરીથી થોડાં અંતરે આવેલા રાધે કોમ્પલેક્ષમાં ધમધમી રહેલા ધ ફ્લેવર્સ ફૂડ એન્ડ બેવરેજિર્સમાં દરોડૉ પાડવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ