Rahul - Priyanka Gandhi leaves for Hathras again, Rahul says, "No force can stop me now"
નિવેદન /
"મને હવે કોઈ તાકાત રોકી નહીં શકે", રાહુલ અને પ્રિયંકા ગાંધી ફરી હાથરસ જવા રવાના થયા
Team VTV03:30 PM, 03 Oct 20
| Updated: 04:00 PM, 03 Oct 20
પોલીસે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુને હાઉસ અરેસ્ટ કરી દીધા છે. લખનઉના બહુખંડીમાં અજયકુમાર લલ્લુના નિવાસસ્થાન પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.બીજી બાજુ રાહુલ અને પ્રિયંકા ગાંધી ફરી બીજી વાર હાથરસ જવા રવાના થયા છે, જેમાં પ્રિયંકા ગાંધી એ જાતે કાર ચલાવી હતી.નવી લેટેસ્ટ અપડેટ પ્રમાણે યુપી સરકારે રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે 5 લોકોને હાથરસ જવાની મંજૂરી આપી દીધી છે .
આજે ફરી રાહુલ ગાંધી હાથેરાસ જવાની તૈયારીમાં છે
નોઈડા બોર્ડર પર ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત
લખનઉમાં અજયકુમાર લલ્લુની હાઉસઅરેસ્ટ
હાથરસ કાંડને લઈને યુપીનું રાજકારણ હાલ ખૂબ ચરમ પર છે. લખનઉ થી દિલ્હી અને દેશ ના જુદા જુદા શહેરોમાં દેખાવો યોજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ સતત યુપી ની યોગી સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર હાથરસ જઈ રહ્યા છે. તેમણે અન્ય નેતાઓ સાથે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય છોડી દીધું છે. બીજી તરફ, યુપી પોલીસ એક્ટિવ મોડમાં આવી છે.
નોઇડા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે
નોઈડા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. DND પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકરો DND પહોંચવા લાગ્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે 35 જેટલા સાંસદોનું ડેલિગેશન પણ બહાર આવી રહ્યું છે. આ બધા લોકો આજે બસમાં દિલ્હી થી હાથરસ જવા રવાના થશે અને નોઈડા થઈને હાથરસ જવાનો પ્રયાસ કરશે.
બીજી તરફ, યુપી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લુની રાજધાની લખનૌમાં ધરપકડ કરવામાં આવી છે. લખનઉના બહુલખંડીમાં લલ્લુના નિવાસસ્થાન પર પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
યુપી પોલીસ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ને કર્યા છે હાઉસ અરેસ્ટ
નિવાસસ્થાન પર તૈનાત પોલીસકર્મીઓ અજય કુમાર લલ્લુ ને ક્યાંય ખસેડવાની મંજૂરી આપી રહ્યા નથી. એવું કહેવામાં આવે છે કે મધ્યરાત્રિ બાદ અજય કુમાર લલ્લુ ના નિવાસસ્થાને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જો કે પોલીસનું કહેવું છે કે અજયકુમાર લલ્લુ ની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ જઈ રહ્યા છે
અજય કુમાર લલ્લુની હાઉસ અરેસ્ટ એવા સમયે કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એ હાથરસ જવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધી એ ટિ્વટ કર્યું છે કે તેમણે હાથરસ જતાં ને પીડિતા ના પરિવારનું દુ:ખ દર્દ વહેંચતા કોઈ રોકી નહીં શકે. રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ સાથે રહેશે.
નોંધપાત્ર વાત એ છે કે ગુરુવારે ગ્રેટર નોઈડામાં ભારે હંગામો થયો હતો જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક્સપ્રેસ વે દ્વારા હાથરસ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નોઇડા પોલીસે તેને અનુમતિ આપી નહોતી. રાહુલ ગાંધી સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલા નાટક પછી પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધી ની અટકાયત કરી અને બાદમાં તેમને છોડી દેવાયા હતા.
યોગી સરકાર ના DGP અને ACS એ કરી પીડિતા ના પરિવાર સાથે મુલાકાત
યોગી સરકારના DGP હિતેશ ચંદ્ર અવસ્થી અને ACS અવનીશ અવસ્થી એ પીડિતા ના પરિવાર સાથે મુલાકાત કરી હતી, નોંધનીય છે કે યુપી સરકાર ના વહીવટી તંત્ર એ જે રીતે આ મામલાને હેન્ડલ કકર્યો છે તેનથી યોગી આદિત્યનાથ ખાસ્સા નારાજ છે, તેથી ડેમેજ કંટ્રોલ કરવા આ બંને ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં હોવાનું દેખાઈ રહ્યું છે.