બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / rahul gandhis statement was rejected by ministers

રાજકીય / રાહુલ ગાંધી બોલ્યાં એવું કે મચ્યું ઘમાસાણ, કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓએ ચારેબાજુથી લીધા લપેટામાં

Hiralal

Last Updated: 02:38 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને સરકાર સુઈ રહી છે તેવા રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ નેતાએ પ્રહાર કર્યાં છે.

  • ચીનને લઈને રાહુલના નિવેદન પર ગુસ્સે થયા નેતાઓ અને મંત્રીઓ
  • અનુરાગ ઠાકુર, કિરણ રિજ્જુ અને ભાજપના ગૌરવ ભાટિયાએ સાધ્યું નિશાન
  • ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને સરકાર સુઈ રહી છે, બોલ્યાં હતા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અરુણાચલ પ્રદેશમાં ચીની સેનાના તાજેતરમાં થયેલા આક્રમણ અને ભારતીય સેના સાથેની અથડામણ અંગે નિવેદન આપ્યું હતું. હવે ભાજપના ઘણા નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ તેમના નિવેદન પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે.

રાહુલને આપણી સેના પર વિશ્વાસ નથી- અનુરાગ ઠાકુર 
અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનથી મને આશ્ચર્ય નથી થયું, કારણ કે જ્યારે ડોકલામની ઘટના બની અને સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે પણ રાહુલ ગાંધી આવા સવાલો ઉઠાવતા જોવા મળ્યા હતા. કદાચ રાહુલ ગાંધીને આપણી સેના પર ભરોસો નથી." આ 2014નું ભારત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ સરકાર 10 વર્ષ સુધી આપણી સેના માટે ફાઈટર જેટ, બુલેટપ્રૂફ જેકેટ અને સ્નો બૂટ ખરીદી શકી નહીં. તમે (કોંગ્રેસે) અમારી સેના માટે શું કર્યું છે?"

ભારત 300 હથિયારો બનાવી રહ્યું છે 
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, "આજે ભારતમાં 300થી વધુ હથિયારો તૈયાર કરાઈ રહ્યાં છે. ભારત હવે સંરક્ષણ ઉપકરણોની નિકાસ કરે છે, આયાત નહીં. આ એક આત્મનિર્ભર ભારત છે. ડોકલામની ઘટના દરમિયાન પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતીય સેના સાથે મુલાકાત કરી હતી. 

ગલવાન અને તવાંગમાં સેનાની જેટલી બહાદુરી વખાણીએ તેટલી ઓછી- રાજનાથ 
LAC પર ચીન સાથે ચાલી રહેલા તણાવને લઈને કેન્દ્ર સરકારને ઘેરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હવે રક્ષા મંત્રી રાજનાથસિંહે સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ગલવાન અને તવાંગમાં આપણી સેનાએ જે બહાદુરી બતાવી છે, તેના જેટલા વખાણ કરવામાં આવે તે ઓછા છે. રાજનીતિ સત્ય બોલીને કરવામાં આવે છે, જુઠ્ઠું બોલીને નહીં. રાજનાથસિંહે કોઈનું નામ તો નથી લીધું પરંતુ એવું માનવામાં આવે છે કે તેમનો ઈશારો રાહુલ ગાંધી અને તે નેતાઓની તરફ છે જેઓ સેનાની બહાદુરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કર્યાં પ્રહાર
ભાજપ જેપી નડ્ડાએ પણ રાહુલ ગાંધીના નિવેદનને વખોડતાં જણાવ્યું કે તેમનું નિવેદન સેનાના મનોબળને તોડી પાડનાર છે. 

રિજિજૂએ રાહુલ પર કર્યો હુમલો
કાનૂન મંત્રી કિરણ રિજિજુએ શનિવારે પણ રાહુલ ગાંધી પર ચીન અને સેના પર ટિપ્પણી કરવા પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ માત્ર ભારતીય સેનાનું જ અપમાન નથી કરી રહ્યા પરંતુ દેશની છબીને પણ ખરાબ કરી રહ્યા છે. રિજિજુએ કહ્યું કે, રાહુલ માત્ર કોંગ્રેસ પાર્ટી માટે જ સમસ્યા નથી, પરંતુ દેશ માટે શરમજનક સ્થિતિનું મોટું કારણ પણ બની ગયા છે.

ગૌરવ ભાટિયાએ કહ્યું, ભારતના જયચંદ સેનાનું મનોબળ ન તોડો 
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું, "હું રાહુલ ગાંધીને જણાવી દઉં કે આ 1962નું ભારત નથી. ભારતની જમીનનો એક ઇંચ ભાગ પણ કોઈના કબજામાં નથી, કે કોઈની પાસે કબજો લેવાની હિંમત પણ નથી. આપણી પાસે વિશ્વની સૌથી બહાદુર સેના છે. રાજદ્વારી રીતે આપણે સક્ષમ છીએ. આવી સ્થિતિમાં, એવું શક્ય નથી કે કોઈ આપણી એક ઇંચ જમીન પર પણ કબજો કરી શકે. ભારતીય સેના આપણી ગૈર છે. જે સૈનિકો સરહદ પર ચીની સેનાને પછાડી રહ્યા છે તેઓ પોતાની તાકાત બતાવી રહ્યા છે. આવા સમયે ભારતના 'જયચંદ' રાહુલ ગાંધી શા માટે આપણી સેનાનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે?

શું બોલ્યાં હતા રાહુલ ગાંધી 
રાજસ્થાનના દૌસામા ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જ્યારે ભારત સરકાર ઉંઘી રહી છે અને જોખમને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ચીને 2,000 ચોરસ કિલોમીટર ભારતીય ક્ષેત્ર છીનવી લીધું છે. તેઓએ અરુણાચલ પ્રદેશમાં 20 ભારતીય સૈનિકોને મારી નાખ્યા છે અને આપણા સૈનિકોને માર માર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Anurag Thakur rahul gandhi tawang clash અનુરાગ ઠાકુર તવાંગ ક્લેશ રાહુલ ગાંધી Rahul Gandhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ