કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનના એન્જિનમાં ટેકનિકલ કોઈ ખરાબી આવી હતી. જેથી તેમને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. રાહુલે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, ત્રણેય રેલીઓમાં થોડું મોડું થશે. જોઇએ આ અહેવાલ.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામી આવતાં અધવચ્ચેથી પરત દિલ્લી ફરવું પડ્યું હતું. ચાર્ટર્ડ પ્લેનમાં રાહુલ ગાંધીએ પટના માટે ઉડાન ભરી હતી. ત્યારે આ મામલે રાહુલ ગાંધીએ વિમાનના એન્જિન વાળા ભાગ અને પાયલટનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે.
Engine trouble on our flight to Patna today! We’ve been forced to return to Delhi. Today’s meetings in Samastipur (Bihar), Balasore (Orissa) & Sangamner (Maharashta) will run late. Apologies for the inconvenience. pic.twitter.com/jfLLjYAgcO
આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે, પટના જઈ રહેલા વિમાનના એન્જિનમાં ખામીના કારણે દિલ્લી પરત ફરવું પડ્યું છે. જેના કારણે બિહાર, ઓડિશા અને મહારાષ્ટ્રમાં યોજાનાર બેઠકોમાં વિલંબ થશે. આ અસુવિધા માટે હું માફી માંગુ છું. આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે તેમની મિટીંગ રદ નહીં થાય. તે દિલ્લી પહોંચીને અન્ય કોઈ વિમાનથી ફરી રવાના થઈ શકે છે.
તમને જણાવી દઇએ કે, ગત વર્ષે 26 એપ્રિલે રાહુલ ચાર્ટડ વિમાનમાં દિલ્હીથી કર્ણાટકના હુબલી ખાતે જઈ રહ્યા હતા. રાહુલનું વિમાન હવામાં ડામાડોળ થવા લાગ્યું હતું, જેથી વિમાનને ઈમજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
આ મામલામાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને તપાસનો રિપોર્ટ પણ સરકારને સોંપ્યો હતો. એક ટીવી ચેનલે રિપોર્ટ પરથી દાવો કર્યો હતો કે ટેકનિકલ ખામી પર પાયલટે કાબુ ન મેળવ્યો હોત તો 20 સેકન્ડમાં ગંભીર પરિણામ આવ્યું હોત. વિમાન ક્રેશ પણ થઈ શક્યું હોત.