કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાનાં સમર્થનમાં ઉતરી આવ્યાં છે. પૂર્વ સીએમને PSA અંતર્ગત ધરપકડ કર્યા પર રાહુલ ગાંધીએ કહ્યું કે, ફારૂક અબ્દુલ્લા જેવાં નેતાઓને હટાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને રાષ્ટ્રવાદી નેતાઓની જલ્દીથી મુક્તિ કરવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે રાજનીતિક ખાલીપાથી આતંકીઓને મદદ મળશે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, સરકાર કાશ્મીરથી રાષ્ટ્રવાદી નેતાઓને હટાવી રહી છે. તેઓએ તમામ રાષ્ટ્રવાદી નેતાઓની જલ્દીથી આઝાદ કરવાની માંગ કરી છે.
ફારૂક અબ્દુલ્લા
તમને જણાવી દઇએ કે કોન્ફરન્સનાં નેતા ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) ની પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવેલા શખ્સને 2 વર્ષ સુધી વગર કોઇ સુનાવણીએ ધરપકડ કરી શકાય છે. રાજ્યસભા સાંસદ ફારૂક અબ્દુલ્લા 5 ઓગસ્ટથી હાઉસ એરેસ્ટ છે. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી પર PSA અંતર્ગત રવિવારનાં રોજ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
The Government should stop creating space for terrorists in Jammu & Kashmir and release all nationalist leaders ASAP.
ફારૂક અબ્દુલ્લાને ગૃહમંત્રાલયનાં તેમનાં નિવાસસ્થાને જ ધરપકડમાં રાખેલા છે અને તેમનાં રહેઠાણને સબ્સિડરી જેલ જાહેર કરવામાં આવેલ છે. તેઓ પોતાનાં જ ઘરમાં રહેવા માટે મજબૂર છે, પરંતુ આ દરમ્યાન તેઓ પોતાનાં મિત્ર અથવા તો કોઇ અન્ય સંબંધીને ના મળી શકે.
It’s obvious that the Government is trying to remove nationalist 🇮🇳 leaders like Farooq Abdullah Ji to create a political vacuum in Jammu & Kashmir that will be filled by terrorists.
Kashmir can then permanently be used as a political instrument to polarise the rest of India.
રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે પણ ફારૂક અબ્દુલ્લાનાં બચાવમાં નિવેદન આપ્યું હતું. આઝાદે કહ્યું કે કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રીઓએ આતંકવાદ વિરુદ્ધ જંગ છેડી હતી અને રાજ્યનાં વિકાસ માટે કામ કર્યું હતું. અમે હંમેશાં કાશ્મીરની જનતાની સાથે ઊભા રહ્યાં છીએ અને પોતાનાં જીવને જોખમમાં મૂકી આતંકનો સામનો કર્યો છે. તેઓએ કહ્યું કે, ભાજપને ફારૂક અબ્દુલ્લાથી ડર લાગે છે અને તેથી જ તેમની પર PSA લાદવામાં આવ્યો છે.