Rahul gandhi trolled over tweet on ram mandir ayodhya
સોશ્યલ મીડિયા /
શ્રીરામ પર રાહુલ ગાંધીના ટ્વિટ પર યુઝર્સે કર્યા ટ્રોલ , કહ્યું કાલ સુધી કરતા હતા અલી-અલી અને આજે...
Team VTV04:50 PM, 05 Aug 20
| Updated: 06:06 PM, 05 Aug 20
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કર્યો. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર હતા. ત્યારે આજે મંદિરના શિલાન્યાસના આનંદમાં જ્યાં આખો દેશ ડૂબેલો છે ત્યારે રાહુલ ગાંધી રામ ભગવાન પર કરેલા ટ્વિટના કારણે સોશ્યલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે.
વડાપ્રધાન મોદીના હસ્તે અયોધ્યામાં થયું શિલાન્યાસ
દેશભરમાં આજે દિવાળી જેવો માહોલ
રાહુલ ગાંધીએ રામ ભગવાન પર ટ્વિટ કરતા ભારે ટ્રોલ થયા
વડાપ્રધાન મોદીએ ભૂમિપૂજન કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે ભગવાન રામ મનમાં વસતી માનવતાની મૂળ ભાવના છે અને તે જ્યારે ઘૃણા અને અન્યાયમાં પ્રગટ થતી નથી. તેમણે કહ્યું કે મર્યાદાપુરુષોત્તમ ભગવાન રામ સર્વોત્તમ માનવીય ગુણના રૂપ છે. તે આપણા મનમાં વસેલી માનવતાની મૂળ ભાવના છે. રામ પ્રેમ છે તે ક્યારેય ઘૃણામાં પ્રગટ થઇ શકે નહીં. રામ કરુણા છે તે જ્યારે ક્રૂરતામાં પ્રગટ થઇ શકે નહીં અને રામ ન્યાય છે તે જ્યારે અન્યાયમાં પ્રગટ થઇ શકે નહીં.
मर्यादा पुरुषोत्तम भगवान राम सर्वोत्तम मानवीय गुणों का स्वरूप हैं। वे हमारे मन की गहराइयों में बसी मानवता की मूल भावना हैं।
राम प्रेम हैं
वे कभी घृणा में प्रकट नहीं हो सकते
राम करुणा हैं
वे कभी क्रूरता में प्रकट नहीं हो सकते
राम न्याय हैं
वे कभी अन्याय में प्रकट नहीं हो सकते।
નોંધનીય છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જ રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો મુદ્દો ઉઠાવતી રહી છે જ્યારે કોંગ્રેસના નેતાઓએ અવારનવાર વિવાદિત નિવેદનો આપ્યા હતા. એવામાં આજે રાહુલ ગાંધીની રામભક્તિ પર લોકોએ સોશ્યલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કર્યા.
वो सभी राजनीतिक जिन्होंने गर्व से टोपी पहनकर इफ्तारी देना और हिन्दू रीति रिवाजों त्योहारों से कन्नी काटना धर्मनिरपेक्षता का पर्याय बना दिया था वो आज राम और शिव भक्त बने हिन्दू धर्म पर ज्ञान बांच रहे हैं। क्या दिन आ गए हैं।
ટ્વિટ પર લોકોએ કહ્યું કે કાળ સુધી જે અલી અલી કરતા જતા તે આજે રામ રામ કરી રહ્યા છે. તો બીજા એક યુઝરે કહ્યું કે જ્યારે આખું વિશ્વ રામમય થઇ ગયું છે તો તમે કઈ રીતે બચી શકો છો રાહુલ ગાંધીજી. અન્ય એક યુઝરે કહ્યું કે તે બધા રાજનેતાઓ ટોપી પહેરીને ઇફતારી આપતા અને હિંદુ રીતીરીવાજોથી અળગા રહીને સેક્યુલર બનાયા તે બધા આજે રામ અને શિવભક્ત બનીને હિંદુ ધર્મ પર જ્ઞાન આપી રહ્યા છે.