Rahul Gandhi took aim, saying, "The condition of these employees is poor and the PM's friends are good at making profit!"
રાજનીતિ /
રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન, કહ્યું" આ કર્મચારીઓની હાલત પસ્ત અને PM ના મિત્રો નફો કમાવવામાં મસ્ત !"
Team VTV07:51 PM, 20 Nov 20
| Updated: 07:57 PM, 20 Nov 20
19 નવેમ્બરના રોજ, સરકારે 30 જૂન 2021 સુધી સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ CPSE ના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારા પર પ્રતિબંધ મૂક્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર દ્વારા લાદવામાં આવેલા આ પ્રતિબંધની અસર 339 કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોના 14.5 લાખથી વધુ કર્મચારીઓને પડશે.
રાહુલ ગાંધીએ ફરીથી મોદી સરકાર પર કર્યા પ્રહાર
સરકારી કર્મચારીઓના મુદ્દે મોદી સરકાર પર કર્યા પ્રહાર
ટ્વિટ કરીને કહ્યું," PM અ મિત્રો નફો કમાવવામાં મસ્ત છે ! "
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે વર્તમાન સરકાર તેના મૂડીવાદી મિત્રોને નફો કમાવી આપી રહી છે. રાહુલે કેન્દ્ર સરકાર પર ફુગાવાના દરમાં વધારા અંગે ટ્વીટ કરીને પણ નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આરોપો લગાવ્યા
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, ખાદ્ય ફુગાવો 11.1% ને પાર કરી ગયો છે! પરંતુ સેન્ટ્રલ PSU કર્મચારીઓના DA વધારવાને બદલે મોદી સરકાર રોકી રહી છે. સરકારી કર્મચારીઓની હાલત કફોડી હૈ ગઈ છે જ્યારે કે મૂડીવાદી 'મિત્ર' નફો કમાવવામાં મસ્ત છે '
ગુરુવારે પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું હતું, રાહુલે એક ચાર્ટ શેર કરતા લખ્યું હતું કે, આ મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ છે, GDP દરની દ્રષ્ટિએ દેશ પાછળ છે પરંતુ કોરોનાના મૃત્યુ દરમાં મોખરે છે. અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બેંકો મુશ્કેલીમાં છે અને જીડીપી પણ મુશ્કેલીમાં છે આ તે વિકાસ છે કે વિનાશ છે ?
पहले किया तुग़लकी लॉकडाउन, करोड़ों मज़दूरों को सड़क पर ले आए।
फिर उनके एकमात्र सहारे मनरेगा की कमाई को बैंक से निकालना दूभर किया।
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શેર કરેલા ચાર્ટમાં, ભારતની GDP -10.3 ટકા છે, જ્યારે પાકિસ્તાનની GDP 0.4 ટકા છે. GDP વૃદ્ધિમાં બાંગ્લાદેશ પ્રથમ ક્રમે છે, GDPનો વિકાસ દર 8. 3. ટકા છે. આ પછી, મ્યાનમારનો GDP ગ્રોથ દર 2.0 ટકા છે, ચીનનો GDP ગ્રોથ રેટ 1.9 ટકા છે.
મહત્વનું છે કે 19 નવેમ્બરના રોજ સરકારે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ CPSE ના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 30 જૂન 2021 સુધીનો વધારો અટકાવી દીધો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર દ્વારા લાદવામાં આવેલા આ પ્રતિબંધની અસર કેન્દ્રિય જાહેર ક્ષેત્રના 339 ઉપક્રમોના 14.5 લાખથી વધુ કર્મચારીઓને પડશે.