'મિશન દક્ષિણ' પર રાહુલ ગાંધી, તિરૂપતિમાં પૂજા બાદ રોડ શો અને રેલી

By : admin 11:35 AM, 22 February 2019 | Updated : 11:35 AM, 22 February 2019
મિશન સાઉથ ને લઇને ભાજપ અને કોંગ્રેસની વચ્ચે રાજકીય જંગ તેજ બની ગઇ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના આંધ્ર પ્રદેશના પ્રવાસ બાદ એક દિવસ બાદ જ આજરોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આંધ્ર પ્રદેશની મુલાકાતે પહોંચી રહ્યાં છે. રાહુલ ગાંધી અહીં તિરૂપતિ બાલાજી મંદિરમાં જઇને દર્શન કરી લોકસભા ચૂંટણી 2019નું રણશિંગુ ફુંકશે.

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી પહેલી વખત આંધ્ર પ્રદેશની મુલાકાતે જઇ રહ્યાં છે. રાહુલ ગાંધી આંધ્ર પ્રદેશમાં ચૂંટણી અભિયાનની શરૂઆત પ્રસિધ્ધ તિરૂપતિ બાલાજી મંદિરમાં પૂજા અર્ચનાની સાથે કરશે. અહીં રાહુલ ગાંધી એક રોડ શો કરશે.

ત્યારબાદ રાહુલ ગાંધી એક જનસભાને સંબોધન કરશે. કોંગ્રેસ અધ્યક્ષની આ મુલાકાત દરમિયાન આંધ્ર પ્રદેશ માટે વિશેષ રાજ્ય દરજ્જા અને રાજ્યના પુનઃનિર્માણ અધિનિયમ 2014ના મુદ્દાને ઉઠાવી શકે છે. રાહુલ ગાંધી ખેડૂતો માટે 2 લાખ રૂપિયાની લોનમાફીની જાહેરાત પણ કરી શકે છે.

આંધ્ર પ્રદેશમાં કુલ 175 વિધાનસભા અને 25 લોકસભા બેઠક છે. આંધ્ર પ્રદેશમાં લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણી સાથે યોજાવા જઇ રહી છે. કોંગ્રેસ આંધ્ર પ્રદેશમાં એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી ચૂક્યું છે.

રાહુલ ગાંધી તિરૂપતિ યાત્રા દરમિયાન આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરશે. કોંગ્રેસ દ્વારા આંધ્ર પ્રદેશમાં ગુમાવેલો જનઆધાર પરત મેળવવા 13 દિવસની બસ યાત્રા શરૂ કરી છે. રાહુલ ગાંધીની તિરૂપતિ ચૂંટણી સભા આ યાત્રાનો જ એક ભાગ છે. Recent Story

Popular Story