rahul gandhi targets bjp government tweets a video of corona warriors
VIDEO /
રાહુલ ગાંધીએ એવો વીડિયો શૅર કર્યો કે જોઈને લોકો હચમચી ગયા, કહ્યું ભાજપ સરકારનું ઘૃણાસ્પદ કૃત્ય
Team VTV06:25 PM, 04 Dec 20
| Updated: 06:37 PM, 04 Dec 20
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોગ્ય કર્મચારીઓની પોતાના હકની નોકરી માટે કરવામાં આવેલ ધરણા દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક કથિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કોરોના વોરિયર્સ પર પોલીસનો લાઠીચાર્જ જોઇને ભાવુક થયાં રાહુલ,
ટ્વીટ કરી ભાજપ સરકાર પર કર્યો પ્રહાર
કથિત વીડિયો ભોપાલનો હોવાનું જાણવા મળી રહ્યું છે
રાહુલ ગાંધીએ આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, કોરોના વોરિયર્સ સાથે આ પ્રકારની બેરહેમી માત્ર એટલા માટે કરવામાં આવી કારણ કે, તેઓ પોતાના હકની નોકરી માટે ધરણા કરી રહ્યા છે. તો ભાજપને ટોણો મારતા એવું પણ લખ્યું હતું કે, ભાજપ સરકારની પ્રશાસનિક તાકાતનું ઘૃણાસ્પદ પ્રદર્શન.
કથિત વીડિયો થયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના મહામારી દરમિયાન કોરોના વોરિયર્સે સ્થિતિ પર કાબૂ કરવા માટે રાત-દિવસ મહેનત કરી છે અને તેમની આ સેવા ભાવનાના દેશભરમાં વખાણ થઇ રહ્યા છે ત્યારે આ પ્રકારે વાયરલ થયેલો કથિત વિડીયો કેટલાય સવાલો ઉભા કરનારો છે.
शर्मनाक!
कोरोना वॉरीअर्ज़ पर इस तरह की बेरहमी सिर्फ़ इसलिए क्योंकि वे अपने हक़ की नौकरी के लिए धरना कर रहे थे!
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના નીલમ પાર્કમાં કરારની નિયુક્તિની માંગ કરતા કોરોના વોરિયર્સ વિરુદ્ધ પોલીસે બિનજામીનપાત્ર સત્તાવાર કામમાં અવરોધનો કેસ નોંધ્યો હતો અને 49 કર્મચારીઓને જેલમાં મોકલી દીધા હતા. શુક્રવારે કમલનાથ વિરોધ કરતા આરોગ્ય કર્મચારીઓને મળ્યા હતા. રાહુલ ગાંધીએ પણ કોરોના લડવૈયાઓ સામે ગંભીર ગુનાહિત કેસ દાખલ કરવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. તો આ સાથે જ તેમણે વીડિયો ટ્વીટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા.
આજે પ્રધાનમંત્રી મોદીએ યોજી હતી સર્વપક્ષીય બેઠક
આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીનું આ ટ્વિટ એ દિવસે આવ્યું છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના રસીને લઈને સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વડા પ્રધાને વિરોધી પક્ષના નેતાઓને કોરોના રસી અંગેની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા. સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાને કહ્યું કે અમે કોવિડ -19 રસી પ્રાપ્ત કરવાની અણી પર ઉભા છીએ. તેમણે જણાવ્યું હતું કે આ રસી પ્રથમ આરોગ્ય કાર્યકર, ડોકટરો અને દર્દીઓને આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે કોવિડ -19 ની રસી આગામી થોડા અઠવાડિયામાં તૈયાર કરવામાં આવશે.