બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rahul Gandhi Starts "India Jodo" Yatra

રાજનીતિ / રાહુલનું ટેન્ટમાં રાત્રિ રોકાણ અને ભોજન, 3570 KM ચાલતા ચાલતાં પહોંચશે કાશ્મીર, કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરુ

Hiralal

Last Updated: 09:14 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2024ની લોકસભાની ચૂંટણી પહેલા એક મોટો દાવ ખેલતા કોંગ્રેસ પાર્ટીએ તમિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો છે.

 • કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજથી પ્રારંભ
 • રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી યાત્રાને લીલીઝંડી દેખાડી 
 • 14 રાજ્યોમાં પસાર થશે, 3,570 કિ.મી.નું અંતર કાપશે

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રાનો શુભારંભ કરાવવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કન્યાકુમારી પહોંચ્યાં હતા અને ત્યાંથી તેમણે યાત્રાને લીલઝંડી દેખાડી હતી. ભારત જોડો યાત્રા હેઠળ 120 કોંગ્રેસી નેતાઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરીને 3,570 કિ.મી.નું અંતર કાપશે. 

નફરતની રાજનીતિમાં પિતા ગુમાવ્યા, હવે દેશ નહીં ગુમાવું: રાહુલ
કન્યાકુમારીમાં યાત્રાની શરૂઆત કરતા ગાંધીએ કહ્યું કે, "મેં મારા પિતાને નફરત અને ભાગલાની રાજનીતિમાં ગુમાવ્યા છે. હું આમાં મારા પ્રિય દેશને ગુમાવીશ નહીં. પ્રેમ નફરત પર વિજય મેળવશે. આશા ભયને હરાવશે. આપણે બધાં સાથે મળીને હરાવીશું.

સોનિયા ગાંધીએ પત્ર લખીને યાત્રાને સંબોધિત કરી
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્ર લખીને યાત્રાને સંબોધિત કરી છે. સોનિયાએ પોતાના પત્રમાં યાત્રામાં સામેલ નેતાઓને શુભકામનાઓ પાઠવી છે અને પોતાની હાજરી ન આપી શકવા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે. એવા સમયે જ્યારે કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' કન્યાકુમારીથી કાશ્મીર સુધી શરૂ થઈ રહી છે. ત્યારે સારવાર અને મેડિકલ તપાસના કારણે હું તમારી વચ્ચે રૂબરૂ હાજર નથી. હું આ અસમર્થતા માટે દિલગીર છું.

120 કોંગ્રેસી નેતાઓ  3600 કિમી લાંબી પદયાત્રા કરશે 
ભવ્ય વારસો ધરાવતી આપણી મહાન પાર્ટી કોંગ્રેસ માટે આ એક ઐતિહાસિક પ્રસંગ છે. મને વિશ્વાસ છે કે આ આપણી સંસ્થાને કાયાકલ્પ કરશે. આ ક્ષણ ભારતીય રાજકારણ માટે પરિવર્તનકારી સાબિત થશે. હું ખાસ કરીને મારા 120 સાથીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, જેઓ લગભગ 3600 કિમી લાંબી આ પદયાત્રાને પૂર્ણ કરશે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થશે અને હજારો નવા લોકો તેમાં જોડાશે, હું તેમને પણ શુભકામનાઓ આપું છું. વૈચારિક અને આધ્યાત્મિક રીતે હું હંમેશા 'ભારત જોડો યાત્રા'માં સામેલ રહીશ. હું ચોક્કસપણે મુસાફરીને જીવંત જોઈશ. તો ચાલો આપણે સંકલ્પ કરીએ, એક થઈએ અને આપણી ફરજો પર અડગ રહીએ. જય હિન્દ.

યાત્રા પ્રવાસ વખતે કન્ટેનરમાં રોકાશે રાહુલ ગાંધી અને બીજા નેતાઓ 
કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3570 કિલોમીટરની ભારત જોડો યાત્રા દરમિયાન દરરોજ કન્ટેનર દ્વારા એક નવું ગામ ઉભું કરવામાં આવશે, જ્યાં રાહુલ ગાંધી અને તેમની સાથે આવેલા મુસાફરો રોકાશે. આ માટે 60 જેટલા કન્ટેનર શેલ્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે, જેને ટ્રક પર રાખવામાં આવ્યા છે. આ તમામ કન્ટેનર રાહુલ યાત્રા દરમિયાન એક સાથે નહીં ચાલે પરંતુ દિવસના અંતે નિયત સ્થળે યાત્રામાં સામેલ લોકોને પહોંચાડવામાં આવશે. સુરક્ષાના કારણોસર અલગ કન્ટેનરમાં રાહુલ ગાંધી સુઈ જશે, જ્યારે અન્ય મોટાભાગના કન્ટેનરમાં 12 લોકો સૂઈ શકશે. આ કન્ટેનરના ગામમાં તમામ મુસાફરો રાહુલ ગાંધી સાથે ટેન્ટમાં બેસીને પણ જમશે, રાહુલ ગાંધી સાથે રોકાનારા ફુલ ટાઇમ મુસાફરો સાથે જમશે અને નજીકમાં જ રહેશે.

ભારત જોડો યાત્રા વિશે ખાસ બાબત

 • કન્યાકુમારથી કાશ્મીર સુધીનું 3570 કિલોમીટરનું અંતર કાપશે
 • રાહુલની આગેવાનીમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો પદયાત્રામાં જોડાશે 
 • રસ્તામાં રાહુલ કન્ટેનરમાં રાત વિતાવશે, ત્યાં જ નેતાઓ સાથે કરશે ભોજન 
 • 60 જેટલા કન્ટેનર શેલ્ટર તૈયાર કરાયા
 • એક કન્ટેનરમાં 12 લોકોના સુવાની વ્યવસ્થા
 • સુરક્ષાના કારણોસર રાહુલ ગાંધી અલગ કન્ટેનરમાં ઊંઘશે 
 • સવારના 7 થી સાંજના 6.30 સુધી બે બેચમાં નેતાઓ પદયાત્રા કરશે
 • 150 દિવસ સુધી ચાલીને 12 રાજ્યોમાંથી પસાર થતા 3570 કિલોમીટરનું અંતર કાપીને કાશ્મીર પહોંચશે
 • કાશ્મીરમાં એક મોટી સભાના આયોજન સાથે સમાપ્ત થશે યાત્રા 

સંકળાયેલા મુદ્દાઓ

Bharat jodo yatra congress bharat jodo yatra rahul gandhi કોંગ્રેસ ભારત જોડો યાત્રા ભારત જોડો યાત્રા congress bharat jodo yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ