બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Rahul Gandhi Should Apologise To Nation BJP After Top Court Warning

પલટવાર / રાફેલ પર સરકારને ક્લિનચીટઃ ભાજપે કહ્યું - સત્યમેવ જયતે, દેશની માફી માગે રાહુલ ગાંધી

Divyesh

Last Updated: 02:36 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારને મળેલી ક્લિન ચીટ બાદ ભાજપ દ્વારા કોંગ્રેસ પર પલટવાર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ પુનઃવિચારણા અરજી ફગાવી દેવાને પાર્ટીએ સત્યની જીત ગણાવી છે.

  • ભારતીય જનતા પાર્ટીનો કોંગ્રેસ પર મોટો હુમલો
  • રાફેલ મુદ્દા પર દેશની માફી માગે રાહુલ ગાંધી
  • રાજનાથસિંહે કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર

ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસે ખોટો કર્યો પ્રચાર

ભાજપના રવિશંકર પ્રસાદે કહ્યું કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાંથી મળેલી હાર બાદ કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ રાફેલ ડીલનો મુદ્દો લોકસભા ચૂંટણીમાં મુદ્દો બનાવ્યો હતો. 

રાફેલ મામલે  સત્ય ની જીત થઇ

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે રાફેલ મામલે સચ્ચાઇની જીત થઇ છે. સુપ્રીમ કોર્ટે કિંમત, ખરીદવાની પ્રક્રિયાની તપાસ તેમજ તેને સાચી ઠેરવી. રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની માફી માગવી જોઇએ. કોંગ્રેસ દ્વારા આ પ્રકારનું ખોટુ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું. 
 


કોના દબાવમાં રાહુલ ગાંધીએ ચલાવ્યું અભિયાન

30 વર્ષથી દેશની વાયુસેના વિમાનની માગ કરી રહી હતી. વાજપેયીજીની સરકારે આ મામલાને આગળ ધપાવ્યો હતો. પરંતુ યુપીએ સરકારે આ ડીલને આગળ વધારી નહીં. 
રવિશંકર પ્રસાદે સવાલ કર્યો કે એવી કઇ તાકાત હતી જેના કારણે રાહુલ ગાંધીએ રાફેલ વિમાનની ડીલને રોકવા માટે અભિયાન ચલાવ્યું. કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો કે જેનો કોન્ટ્રાક્ટ થયો નહોતો, શું તેના દબાણમાં કોંગ્રેસ દ્વારા આવું અભિયાન ચલાવામાં આવ્યું.

NDA સરકારનું સ્ટેન્ડ સાચુ સાબિત થયુંઃ રાજનાથસિંહ

રક્ષા પ્રધાન રાજનાથસિંહે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું છેઆ નિર્ણયથી NDA સરકારનું સ્ટેન્ડ સાચુ સાબિત થયું છે. રાજનાથસિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદી અને તેમની સરકારની ઇમાનદાર છબીને બગાડવા ખોટો આરોપ લગાવામાં આવ્યો. 

 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Rafale deal congress rahul gandhi કોંગ્રેસ ભાજપ રાફેલ ડીલ રાહુલ ગાંધી bjp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ