બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / RAHUL GANDHI SHARED A VIDEO OF RAJIV GANDHIS ANTIMYATRA AND PRIYANKA GANDHIS SPEECH ON SANKALP SATYAGRAH

રાજનીતિ / VIDEO : 'મારો ભાઈ તડકામાં પિતાના જનાજા પાછળ ચાલ્યો', પ્રિયંકાએ શેર કર્યો રાજીવ ગાંધીની અંતિમયાત્રાનો વીડિયો

Vaidehi

Last Updated: 04:42 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ પોતાના પિતા રાજીવ ગાંધીની અંતિમક્રિયા સમયનો એ વીડિયો શેર કર્યો જેની વાત ગઈકાલે પ્રિયંકા ગાંધીએ સંકલ્પ સત્યાગ્રહ દરમિયાન કરી હતી.

  • રાહુલ ગાંધીએ ઈનસ્ટાગ્રામ પર કર્યો વીડિયો પોસ્ટ
  • 32 વર્ષ જૂનો પોતાના પિતાની અંતિમક્રિયાનો વીડિયો
  • પ્રિયંકા ગાંધીએ ગઈકાલે ઘટનાનો કર્યો હતો ઉલ્લેખ

રાહુલને 2019નાં માનહાનિ કેસમાં દોષીત જાહેર કરવામાં આવ્યાં અને તેમની સંસદ સદસ્યતા પણ રદ કરવામાં આવી હતી જેને લઈને ગઈકાલે કોંગ્રેસ પાર્ટીએ પોતાના તમામ મુખ્યાલયો ખાતે એકદિવસીય સંકલ્પ સત્યાગ્રહ કર્યો હતો. આ સત્યાગ્રહ દરમિયાન રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ રાહુલ પર લાગેલા આક્ષેપો, પોતાના પરિવારનું દેશને યોગદાન અને ભાજપ પર પ્રહારો પોતાની સ્પિચ દરમિયાન કર્યાં હતાં.

રાહુલ ગાંધીએ પિતાની અંતિમક્રિયાનો વીડિયો કર્યો પોસ્ટ
રાહુલ ગાંધીએ આજે પોતાના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બહેન અને પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરેલ નિવેદન અને 30 વર્ષ જૂનો પિતાની અંતિમક્રિયાનો વીડિયો શેર કર્યો હતો. કેપ્શનમાં તેમણે લખ્યું કે 'સત્ય, સાહસ અને બલિદાનનો આ અમારો વારસો છે અને આ જ અમારી શક્તિ છે.'

મારા પિતા અને માતાનું અપમાન કરવામાં આવે છે- પ્રિયંકા
ગઈકાલે સત્યાગ્રહ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પોતાના પિતા રાજીવ ગાંધીની શવ યાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ' રાહુલ ગાંધી ગાડીથી ઉતરીને પિતાની શવયાત્રામાં  પગપાળા ચાલવા લાગ્યાં હતાં, અહીંથી થોડી જ દૂર પિતાનો અંતિમ સંસ્કાર થયો હતો, એ શહીદ પિતાનું અપમાન સંસદમાં કરવામાં આવ્યું છે. શહીદનાં દીકરાને દેશદ્રોહી કહેવામાં આવ્યું, મીર જાફર કહેવાયું.' 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

32 વર્ષ જૂનો છે વીડિયો
રાહુલ ગાંધીએ આજે એ જ નિવેદનની કેટલીક ક્લિપ મૂકી અને પોતાના પિતા શહીદ રાજીવ ગાંધીની અંતિમક્રિયાનો 32 વર્ષ જૂનો વીડિયો કે જેમાં પોતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી નજરે પડે છે.

પ્રિયંકાએ ભાજપ પર કર્યાં પ્રહાર
પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ મૂકતાં કહ્યું કે 'જે પિતાનું શરીર ત્રિરંગાથી વીંટળાયેલું હતું, તેના પુત્રનું સંસદમાં અપમાન થાય છે. આ સાથે જ તેમને દેશદ્રોહી કહેવામાં આવે છે. પ્રિયંકાએ ભાજપને પૂછ્યું કે તમે સમગ્ર પરિવાર અને કાશ્મીરા પંડિતોની પરંપરાનું અપમાન કરો છો પરંતુ તમારી સામે કોઈ કેસ નથી. શા માટે તમને કોઈ અયોગ્ય કરાર નથી કરતું?'

સંકળાયેલા મુદ્દાઓ

Priyanka Gandhi Vadra Video congress disqualified rahul gandhi ઈનસ્ટાગ્રામ કોંગ્રેસ રાજીવ ગાંધી શવયાત્રા વીડિયો Rahul Gandhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ