બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 06:13 PM, 28 November 2022
ADVERTISEMENT
ઇન્દોરમાં ભારત જોડો યાત્રા દરમિયાન એક પ્રેસ કોન્ફેરેન્સમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનનાં રાજકીય મતભેદો પર જવાબ આપ્યો હતો. રાજ્યમાં ચાલી રહેલાં અશોક ગહેલોત અને સચિન પાયલટનાં વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું કે બંને નેતા કોંગ્રેસ માટે સંપત્તિ છે. જો કે રાહુલ પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન ગહેલોત અને પાયલટ વિવાદ પર વધુ બોલવાથી બચતાં દેખાઇ રહ્યાં હતાં.
गहलोत और पायलट दोनों नेता पार्टी की संपत्ति है, बाकी मैं इसमें ज्यादा बोलना नहीं चाहता हूं : राहुल गांधी#Rajasthan pic.twitter.com/TUDR4owR4z
— Avdhesh Pareek (@Zinda_Avdhesh) November 28, 2022
ADVERTISEMENT
તેમણે આ વિષય પર ખુલીને વાત કરી નહીં
રાહુલ ગાંધીએ કોંગ્રેસનાં આ પ્રકરણ પર ખુલીને કોઇ વાત કરી નથી અને સંક્ષેપમાં જવાબ આપતાં રાહુલ ગાંધી મંદ સ્મિત આપવા માંડ્યા. તેમણે કહ્યું કે તેમાં વધુ જવા ઇચ્છતો નથી, બંને નેતા અમારી પાર્ટીનાં એસેટ છે. આટલું બોલીને રાહુલ મંદ હસવા માંડ્યા. તેમણે આગળ કહ્યું કે હું એ વાતની ગેરેન્ટી આપુ છું કે આ વિવાદનું ભારત જોડો યાત્રા પર કોઇ અસર પડશે નહીં.
મારી ઇમેજ ખરાબ કરવા માટે થાય છે કરોડો ખર્ચ- રાહુલ
રાહુલ ગાંધીએ આ પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન બીજેપી પર પ્રહારો કર્યાં. રાહુલે કહ્યું કે બીજેપી મારી ઇમેજ ખરાબ કરવા માટે આશરે એક હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે પરંતુ મને તેનાથી કોઇ ફરક પડતો નથી. જો કે રાહુલ ગાંધી વારંવાર રાજસ્થાન સંબંધિત પ્રશ્નોને ટાળતાં હતાં. તેમણે એવું પણ કહ્યું કે અમે ભારત જોડો યાત્રાની યોજના આજે નથી બનાવી. છેલ્લા એક વર્ષથી અમે તેની પ્લાનિંગ પર કામ કરી રહ્યાં હતાં.
અમેઠીને લઇને રાહુલનું મોટું નિવેદન
તો બીજી તરફ રાહુલ ગાંધીએ તેમની પરંપરાગત બેઠક અમેઠી પરથી ચૂંટણી લડવા અંગે પણ એક મોટું નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું કે અમેઠીથી ચૂંટણી લડવાનો નિર્ણય તેઓ એકાદ વર્ષ પછી જાહેર કરી દેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT