Rahul Gandhi said on the victim's horrific incident
શરમજનક /
દર્દનાક આપવીતી : રેપ કરી લો પણ જાનથી ના મારતા...કરગરી ત્યારે તેણે પથ્થર મારવાનું બંધ કર્યુ હતુ
Team VTV10:27 AM, 20 Feb 21
| Updated: 10:56 AM, 20 Feb 21
મધ્યપ્રદેશના ભોપાલમાં છોકરી સાથે દુષ્કર્મની ઘટનામાં ન્યાય મળવામાં વિલંબ થયો તેને લઇને રાહુલ ગાંધીએ સરકારને નિશાને લીધી છે.
મધ્યપ્રદેશ દુષ્કર્મની ઘટના
રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યુ નિશાન
ભોપાલમાં જાન્યુઆરીમાં ઘટી હતી ઘટના
રાહુલ ગાંધીએ લખ્યું કે, ભોપાલ રેપ પીડિતા એક મહિના બાદ પણ ન્યાયથી જોજનો દૂર ઉભી છે. કારણકે ભાજપા હંમેશા પિડીતાને જ રેપ માટે જવાબદાર ગણાવે છે અને કાર્યવાહીમાં ઢીલ આપે છે જેનાથી અપરાધીઓનો ફાયદો થાય છે. આ જ સરકારની બેટી બચાઓનું સત્ય છે.
પિડીતાની આપવિતી
આ પહેલા કાંડની પીડિતાએ પોતાની આપવિતી સંભળાવી હતી. તેણે જણાવ્યું કે 16 જાન્યુઆરીની સાંજે એક હોસ્પિટલ નજીક આરોપી શખ્સે તેના પર હુમલો કર્યો અને તેની નજીક આવતાની સાથે જ તેને જોરથી ધક્કો માર્યો હતો. હું સીધી રોડના કિનારે બચવા માટે ભાગી હતી અને ખાડામાં પડી ગઇ જેના કારણે મારી કરોડરજ્જુ ટૂટી ગઇ હતી. મે જેકેટ છોડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે મને ઝાડીઓમાં પટકી દીધી અને હું બૂમો પાડતી હતી તો તેણે પથ્થર મારા માથે ઘણી વાર માર્યો હતો.
મને ખબર નહોતી પડી રહી કે હું શું કરુ એક પળ માટે તો મને એવું લાગ્યુ કે આ મને જીવતી નહી છોડે એટલે બચવા માટે હું તેને ખુબ કરગરી, મેં તેને કહ્યું કે તુ રેપ કરી લે, હું બૂમો નહી પાડુ ના કોઇને ફોન કરીશ પણ પથ્થર ના મારીશ. તે બાદ તેણે પથ્થર મારવાનું બંધ કરી દીધું.
પોલીસે કહી આ વાત
ડીઆઇજી ઇરશાદ વલીએ કહ્યું કે 16 જન્યુઆરીએ આરોપી વિરુદ્ધ છેડછાડ અને મારપીટની ધારાઓમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. તે અત્યારે જેલમાં છે અને તેની જામીનની અરજી બે વાર રિજેક્ટ કરી દીધી છે.