બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાહુલ ગાંધી બન્યાં લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસે કરી સત્તાવાર જાહેરાત

સંસદ / રાહુલ ગાંધી બન્યાં લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસે કરી સત્તાવાર જાહેરાત

Last Updated: 09:50 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવાયાં છે. પાર્ટી પ્રમુખ ખરગેના ઘેર યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

કોંગ્રેસ લોકસભામાં વિપક્ષના નેતા જાહેર કર્યાં છે. પ્રેસિડન્ટ ખરગેના ઘેર યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીની લોકસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી હતી જે પછી તેનું એલાન કરાયું હતું. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. કોંગ્રેસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી છે.

9 જુનની CWCમાં આવ્યું રાહુલનું નામ

9 જૂનના રોજ, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) એ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. CWCની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને આ અંગે વિચારવા માટે થોડો સમય જોઈએ છે, ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવશે.

પ્રોટેમ સ્પીકરને નામ મોકલાયું

કોંગ્રેસ વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું નામ પ્રોટેમ સ્પીકરને મોકલી આપ્યું છે.

યુપીની રાયબરેલથી સાંસદ

રાહુલ ગાંધી યુપીની રાયબરેલથી સાંસદ છે. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં રાહુલ રાયબરેલી અને વાયનાડ બન્ને ઠેકાણેથી જીત્યાં હતા જોકે હજુ હમણાં જ તેમણે વાયનાડ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Rahul Gandhi Leader Of Opposition
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ