બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / rahul gandhi questions govt over diesel petrol prices despite plunge in world oil price
Mehul
Last Updated: 09:38 PM, 21 April 2020
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, દુનિયામાં ક્રૂડ ઓઇલની કિમંત અનપેક્ષિત આંકડાઓ પર આવી ગઇ છે, છતા આપણા દેશમાં પેટ્રોલ રૂપિયા 69, ડીઝલ રૂપિયા 62 પ્રતિ લીટર કેમ? આ સમયે કિમંતમાં જે ઘટાડો થાય તે આવકાર્ય છે, સરકાર આ ક્યારે સાંભળશે?
આ પહેલા કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે સરકારે સામાન્ય ગ્રાહકોને રાહત આપવી જોઇએ. ખેડાએ પત્રકારોને કહ્યું કે, ક્રૂડ ઓઇલની કિમંતોમાં અનપેક્ષિત ઘટાડો આવવો એક ઐતિહાસિક તક છે. એટલો ઘટાડો કે તે શૂન્યથી પણ નીચે પહોંચી ગયો છે. એકવાર તો એવી ક્ષણ પણ આવી ચૂકી છે કે ઓઇલની કિમંત શૂન્યથી 37 ડોલર નીચે આવી ચૂકી હતી. આ કારણે અમેરિકામાં ક્રૂડ ઓઇલનું કોઇ ખરીદદાર નથી.
ADVERTISEMENT
તેઓએ કહ્યું કે સરકારે ગત 6 વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી લગાવીને 20 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. સવાલ એ છે કે આપ આ લાભને ગ્રાહકોની સાથે કેમ વહેંચી શકતા નથી? તેઓ સામાન્ય ગ્રાહકોને રાહત કેમ આપી શકતા નથી? ખેડાએ સરકારને આગ્રહ કર્યો કે આ મુશ્કેલ સમયમાં સામાન્ય જનતાને રાહત આપવી જોઇએ.
કેમ થઇ રહ્યો છે હંગામો
નોંધનીય છે કે હાલ આખી દુનિયામાં ક્રૂડ ઉત્પાદકોમાં હાહાકાર મચ્યો છે. કિમંતો શૂન્ય સુધી પહોંચી જવાથી ક્રૂડ ઓઇલના બજારમાં અફરા તરફી મચી ગઇ. મેની ડિલીવરી અમેરિકી ક્રૂડ ઓઇલની કિંમત શૂન્યથી નીચે 3.70 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઇ. વાત એમ છે કે મેની ડિલીવરીના સોદા માટે મંગળવાર અંતિમ દિવસ છે અને વેપારીઓને ચૂકવણી કરીને ડિલીવરી લેવાની હતી. પંરતુ માંગ ન હોવાથી અને ક્રૂડ ઓઇલને રાખવાની સમસ્યાને કારણે કોઇ ડિલીવરી લેવા માંગતુ નથી.
આટલું જ નહીં જેમની પાસે ક્રૂડ ઓઇલ છે તેઓ રજૂઆત કરી રહ્યા છે કે ગ્રાહક તેમની પાસે રહેલુ ક્રૂડ ઓઇલ ખરીદે. સાથે જ તેઓ તેને પ્રતિ બેરલ 3.70 ડોલરની રકમ પણ આપશે. (જેને ક્રૂડ ઓઇલની કિંમત શૂન્ય ડોલર/બેરલથી નીચે જવાનું કહેવાય છે)
દુનિયાભરમાં કોરોના મહામારીને કારણે ક્રૂડ ઓઇલની માંગમાં ઘટાડો આવ્યો છે અને તેલની તમામ સંગ્રહ સુવિધા પોતાની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચી ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.