બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:22 AM, 16 April 2025
મંગળવારે રાત્રે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના પક્ષના ગુજરાત એકમની સંકલન સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં તેમણે કહ્યું કે જે નેતાઓ પોતાની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ જાય છે તેમને કોઈ પદ મળશે નહીં અને જે નેતાઓ ફક્ત ચૂંટણી દરમિયાન સક્રિય રહે છે તેમને પાર્ટીની ટિકિટ નહીં મળે. તેમણે બેઠકમાં હાજર પાર્ટીના નેતાઓને કહ્યું કે જનતા વચ્ચે કામ કરનારા કાર્યકરો અને નેતાઓને ટિકિટ આપવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે જો ગુજરાતમાં પાર્ટી સત્તામાં આવશે તો સારું પ્રદર્શન કરનારા જિલ્લા પ્રમુખોને મંત્રી બનાવવામાં આવશે.
ADVERTISEMENT
ચૂંટણી માટે ટિકિટ વિતરણ માટેના માપદંડ નક્કી કર્યા
બેઠકમાં સંગઠનમાં નેતાઓના પ્રમોશન અને ચૂંટણી માટે ટિકિટ વિતરણ માટેના માપદંડ નક્કી કરવામાં આવ્યા.. કોંગ્રેસ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને પાર્ટીના રાજ્ય એકમના પ્રભારી મુકુલ વાસનિક ઉપરાંત રાજ્યના તમામ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ હાજરી આપી હતી.
ADVERTISEMENT
#WATCH | Gujarat: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives at the party office in Ahmedabad
— ANI (@ANI) April 15, 2025
He will launch party's project of strengthening district units in Gujarat and address party workers during his two-day visit pic.twitter.com/pen173b1mK
સારું પ્રદર્શન કરશે તેમને જ પ્રમોશન
રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે જે લોકો સારું પ્રદર્શન કરશે તેમને જ પ્રમોશન મળશે, દરેક વરિષ્ઠ નેતાની જવાબદારી નક્કી કરવામાં આવશે અને તેમને તે મુજબ કામ સોંપવામાં આવશે.રાહુલ ગાંધીએ રાજ્યના નેતાઓના પ્રદર્શનની સમીક્ષા કરી અને તેમને 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું કામ સોંપ્યું.
આ પણ વાંચોઃ IMDનું એલર્ટ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 24 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
આજે મોડાસામાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે અને જિલ્લા પ્રમુખની પસંદગીનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. કોંગ્રેસ ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં સત્તાની બહાર છે. રાહુલની આ મુલાકાત 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશન પછી થઈ રહી છે. તે પહેલાં, રાહુલ ગાંધી માર્ચમાં રાજ્યની મુલાકાતે આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
જમ્મુ-કાશ્મીર / પહેલગામ હુમલા વચ્ચે ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.