આગામી ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.જેની વચ્ચે આગામી 10મી કોંગ્રેના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.
રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ
10 મેના રોજ આવશે દાહોદ
આદિવાસી સત્યાગ્રહ યાત્રાને સંબોધશે
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીનો ફરી ગુજરાત મુલાકાત અંગેનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. અગાઉ ગુજરાતના સ્થાપના દિવસે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવનાર હતા જે મોકૂફ રહ્યા બાદ ફરી આયોજન થયું છે. તેઓ આગામી તા. 10મીના રોજ ગુજરાતના દાહોદ ખાતે આદિવાસી અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજરી આપશે.
આદિવાસી અધિકાર સત્યાગ્રહની તડામાર તૈયારીઓ
કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના આગમનને પગલે કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સત્યાગ્રહ આગામી વિધાનસભાની ચૂંટણી સુધી ચાલુ રહેશે. દાહોદ ખાતે આગામી 10મી મેના રોજ યોજાનાર છે. આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. વધૂમાં સભાનું સંબોધન કરી કોંગી કાર્યકરોમાં જોમ-જુસ્સો ભરશે.
જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું સ્થળ નિરીક્ષણ
આમ રાહુલ ગાંધી આગામી 10મી મેના રોજ ગુજરાત પ્રવાસે છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યક્રમનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાના આ આદિવાસી સત્યાગ્રહ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંઘી દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિત 1.50 લાખ કાર્યકરો સંબોધિત કરશે
કોઈ કારણસર અગાઉ કાર્યક્રમ પાછો ઠેલાયો હતો
મહત્વનું છે કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પૂરી તૈયારીમાં જોતરાઈ ગયું છે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં નેતાઓ સાથે મુલાકાત કરી ચૂંટણીની સમીક્ષા કરશે. આગેવાનો સાથે આગામી ચુંટણીમાં ભાજપ સાથે કઇ રીતે ટક્કર આપી મેદાનમાં ઉતરી શકાય તે અંગે ચર્ચા વિચારણા અને યોજના અમલમાં મુકવામાં આવશે. મહત્વનું છે કે આ કાર્યક્રમ તા.1 ના યોજાવાનો હતો પરંતુ કોઈ કારણસર પાછો ઠેલવામાં આવ્યો હતો