બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / rahul gandhi lookalike congress man faizal chaudhry joined bharat jodo yatra video viral

વાયરલ / આખેઆખો રાહુલ જેવો લાગતો શખ્સ ભારત જોડોમાં દેખાતા લોકો ચોંક્યાં, વીડિયો જોઈને ફાટી જશે આંખો

Vaidehi

Last Updated: 07:05 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi જેવો દેખાતો વ્યક્તિ ભારત જોડો યાત્રામાં શામેલ થયો છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુઓ વીડિયો.

  • ભારત જોડો યાત્રામાં મળ્યો રાહુલ ગાંધીનો હમશકલ
  • બાગપતથી રેલીમાં જોડાયા બાદ થયા વાયરલ
  • લોકો ફૈઝલ સાથે પડાવી રહ્યાં છે ફોટો

ઉત્તરપ્રદેશમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસનાં MP રાહુલ ગાંધીનાં હમશકલ ફૈઝલ ચૌધરી પણ યાત્રામાં જોડાયા હતાં. તે બાગપતમાં પાર્ટીની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સાથે જોડાયા હતાં. નવાઈની વાત તો એ છે કે ફૈઝલે પણ હાડકા ઠારે તેવી ઠંડીમાં પણ રાહુલ ગાંધી જેમ માત્ર એક સફેદ ટી-શર્ટ પહેરી હતી. માહિતી અનુસાર ફૈઝલ ચૌધરી મેરઠ કોંગ્રેસ કમિટીમાં કાર્યકર્તાં છે.

ફૈઝલ ચૌધરી પણ કોંગ્રેસ કાર્યકર્તા
ભારત જોડો યાત્રામાં જોડાવાથી લઇને કોંગ્રેસનાં કાર્યકર્તા ફૈઝલ ચૌધરીએ કહ્યું કે ઘણાં લોકો તેમની સાથે ફોટો ક્લિક કરે છે અને વીડિયો શૂટ પણ કરે છે કારણકે તે રાહુલ ગાંધી જેવા દેખાય છે. ફૈઝલે કહ્યું કે જ્યારે લોકો કહે છે કે હું રાહુલ ગાંધી જેવો દેખાઉં છું ત્યારે  ઘણું સારૂં લાગે છે. હું પણ એક કોંગ્રેસ કાર્યકર્તા છું.

આ માર્ચ નફરત વિરોધી છે- ફૈઝલ
ભારત જોડો યાત્રા વિષે માહિતી આપતાં ફૈઝલે જણાવ્યું કે આ માર્ચ નફરત વિરોધી છે અને આ દરમિયાન જનતાનાં મુદાઓ ઊઠાવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ યાત્રા એક પોઝિટીવ મેસેજ આપશે. અમે ખેડૂતો અને બેરોજગારીનાં પ્રશ્નો પણ ઊઠાવી રહ્યાં છીએ. તેમણે આગળ જણાવ્યું કે તેઓ મેરઠ કોંગ્રેસ કમિટીનાં સદસ્ય છે. તેઓ ગઈકાલ સાંજથી રેલીમાં જોડાયા છે. 

મંગળવારે યાત્રા પહોંચી યૂપી
ભારત જોડો યાત્રા મર્ઘટ હનુમાન મંદિર દિલ્હીથી શરૂ થઇ અને મંગળવારે ઉત્તરપ્રદેશ પહોંચી. ત્રણ દિવસનાં સમયમાં આ યાત્રા ઉત્તરપ્રદેશ ક્રોસ કરી શકે છે. વિરોધ પક્ષનાં નેતાઓ જેવા કે જમ્મૂ-કાશ્મીર નેશનલ કોંગ્રેસનાં ચીફ ફારૂક અબ્દૂલા અને શિવ સેનાનાં નેતા પ્રિયંકા ચૌધરી પણ મંગળવારે જોડાયા.

સંકળાયેલા મુદ્દાઓ

Video congress bharat jodo yatra rahul gandhi lookalike કોંગ્રેસ વીડિયો હમશકલ congress bharat jodo yatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ